16 એને જોવે ઈ પત્ર તુમહે મંડળીમાય વાચલા જાય, તોવે એહેકેન કોઅજા કા લાવદિકિયા શેહેરા મંડળીમાય બી વાચાહાટી દેજા, એને તી લાવદિકિયા મંડળી માઅને યેનલા પત્ર ચ્યાલ તુમાબી વાચજા.
આંય તુમહાન પ્રભુમાંય ઓધિકારકોય આગના દેતહાવ કા ઈ પત્ર બોદા વિસ્વાસી બાહહાન વાચીન વોનાડલા જાં જોજે.
જો કાદો યા પત્ર માઅને વાત નાંય માને, તે ચ્યાલ વોળખાં કા તો કું હેય, એને ચ્યાપાઅને આલાગ રા, જ્યેથી ચ્યાલ શરામ યેય.
મા ઇચ્છા હેય કા તુમા જાંઆય લા, કા તુમહે એને જ્યેં લાવદિકિયા શેહેરામાય હેય, એને ચ્યા બોદહાહાટી જ્યાહાન માયે નાંય દેખ્યહે આંય કોલાં કોઠીણ મેહનાત કોઅતાહાંવ.
આંય ચ્યા સાક્ષી હેતાંવ, તો તે તુમહેહાટી એને લાવદિકિયા એને હિયરાપોલીસ શેહેરામાય રોનારા લોકહાહાટી બોજ મેઅનાત કોઅહે.
લાવદિકિયા શેહેરામાય રોનારા વિસ્વાસ્યાહાન સલામ એને નુમફાસ એને ચ્યે ગોઓ બેગી ઓઅનારી મંડળીલ સલામ આખજે.