13 આંય ચ્યા સાક્ષી હેતાંવ, તો તે તુમહેહાટી એને લાવદિકિયા એને હિયરાપોલીસ શેહેરામાય રોનારા લોકહાહાટી બોજ મેઅનાત કોઅહે.
મા ઇચ્છા હેય કા તુમા જાંઆય લા, કા તુમહે એને જ્યેં લાવદિકિયા શેહેરામાય હેય, એને ચ્યા બોદહાહાટી જ્યાહાન માયે નાંય દેખ્યહે આંય કોલાં કોઠીણ મેહનાત કોઅતાહાંવ.
ચ્યે આખ્યાં, “તુલ જીં દેખાય, તીં ચોપડયેમાય લોખીન એફેસુસ, સ્મુરના, પિરગમુન, થુવાતીરા, સારદીસ, ફિલાદેલફિયા, એને લાવદિકિયા, યા સાત શેહેરા મંડળ્યેહેપાય દોવાડી દે.”
એને ચ્યાહાય પોતાના શક્તિનુસાર, બાકી ચ્યાથીબી વોદારે, પોતાના મનથી દાન દેનહા ચ્યાહા બારામાય મા ઈ સાક્ષી હેય.
કાહાકા આંય ચ્યાહા સાક્ષી દાહું, કા ચ્ચે પોરમેહેરા પ્રતિ ઉત્સાહી તે હેય, બાકી પોરમેહેરા સેવા કેહેકેન કોઅરા જોજે, ચ્યા બારામાય હોમાજ નાંય હેય.