14 એને પોરમેહેરાય આપહે પાપ લોખલાં ચોપડીમાઅને ખોડી ટાક્યા, જીં વિદી નિયમાહા લીદે આપે વિરુદ આતા, જોવે ખ્રિસ્ત હુળીખાંબાવોય ચોડયો તોવે ચ્યે તી લોખાણ પુરીરીતે ફાડી દેના.
પોરમેહેરે યાલ યોક નોવો કરાર આખ્યો, યાહાટી ચ્યાય પેલ્લા કરારાલ જુનો કોઅય દેનહો, એને જીં કાયબી જુના હેય એને ગોહાયેહે તી પારવાયને નિંગી જાંહાટી તિયાર હેય.
ગોતીવોગાર એને નોકામ્યો ઓઅના લીદે મૂસા નિયમ પોડતા થોવ્યા.
કાહાકા તુમહે પાપી સ્વભાવ ખ્રિસ્તાઆરે મોઅઇ ગીઅલો હેય, યાહાટી આમી તુમહાન યા દુનિયા રીતિરિવાજ પાળના ગોરાજ નાંય હેય, તે પાછે તુમા કાહા આમીબી યા રીતિરિવાજ પાળતાહા, જેહેકેન તુમા આમીબી દુનિયા તાબામાંય હેય?
તો પોતેજ આમહે પાપહાલ પોતાના શરીરાવોય લેયને હુળીખાંબાવોય ચોડી ગીયો, જ્યાથી આમા પાપહાહાટી મોઅયન ન્યાયપણાહાટી જીવન જીવજે, એને ચ્યા ઘાવહાથી આમા હારાં ઓઅય ગીયહા.
યાહાટી આમી તુમા પાપ કોઅના બંદ કોઆ, એને પોરમેહેરા એછે ફિરા કા તુમહે પાપહા માફી મિળી, તોવે પોરમેહેરાપાઅને આત્મિક સામર્થ્ય મિળી.
પેલ્લેથી પાપમાય પાડનારા શક્તિ ગુપ્તરીતે આમીબી ખારાબ કામ કોઅહે, બાકી આમી યોક રોકનારો હેય, એને જાવ લોગુ ચ્યાલ કાડી નાંય ટાકે, તે તો ચ્યાલ રોકીજ રાખી.
ચ્યે બેની જાંએ પોરમેહેરા નોજરેમાય ન્યાયી આતેં, એને પોરમેહેરા બોદી આગના એને નિયમાહાન દોષવોગાર પાળા આતેં.