11 જોવે તુમહાય ખ્રિસ્તાવોય બોરહો કોઅયો, તોવે તુમહે સુન્નત માઅહાકોય નાંય કોઅલા ગીયા, બાકી તી સુન્નત ખ્રિસ્તા લીદે જાઈ જ્યાકોય તુમહે પાપી સ્વભાવાલ દુઉ કોઅયો.
બાકી યહૂદી તોજ હેય, જો ચ્યા મોનામાય યહૂદી હેય, એને સુન્નત તી હેય, જીં પવિત્ર આત્માકોય એને હૃદયાકોય કોઅલા જાહે, બાકી તી નાંય હેય, જીં મૂસા નિયમાહા નુસાર કોઅલા જાહે, ઓહડા લોકહા વાહવા લોકહાકોય નાંય ઓએ, બાકી પોરમેહેર ચ્યાહા વાહવા કોઅહે.
કાહાકા હાચ્ચાં સુન્નતવાળાતે આપાંજ હેજે, આપા જીં પવિત્ર આત્માકોય પોરમેહેરા ભક્તિ કોઅજેહે, એને ઈસુ ખ્રિસ્તાઆરે ઘમંડ કોઅજેહે, એને શરીરા કામહાવોય બોરહો નાંય રાખજે.
યાહાટી તુમા પેલ્લા જીવન એને જુનો પાપી સ્વભાવ છોડી દા, કાહાકા તી તુમહાન છેતારનારી ખારાબ વાસનાહા લીદે બોગડાવી રીઅલા હેય.
કાહાકા આપા જાંઅજેહે કા આપહે જુનો પાપી સ્વભાવ ઈસુ ખ્રિસ્તાઆરે હુળીખાંબાવોય ચોડવી દેનલો ગીયો, જેથી આપહે શરીરામાય પાપા સ્વભાવ નાશ ઓઅય જાય, એને આપા પાછે પાપા ગુલામ નાંય રોજે.
જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે, ચ્યાહાય શરીરા પાપી સ્વભાવા ઇચ્છા એને અભિલાષાલ ખ્રિસ્તાઆરે હુળીખાંબાવોય ચોડવી દેનહા.
ઈ એહેકેન હેય જેહેકેન કા આંય ખ્રિસ્તાઆરે હુળીખાંબાવોય મોઅઇ ગીયો, આંય તો નાંય હેય જો આમી જીવતો હેય, બાકી તો ખ્રિસ્ત હેય જો માંયેમાય જીવી રિઅલો હેય, જેહેકેન આમી આંય જીવી રિઅલો હેય, તે આંય પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઇન જીવતો હેય, જો માન પ્રેમ કોઅહે કા ચ્યાય માંહાટી ચ્યા જીવ દેનો.
યાહાટી જો કાદો ખ્રિસ્તામાય બોરહો કોઅહે તે ચ્યાલ યોક નોવો સ્વભાવ મિળહયો, જુનો સ્વભાવ જાતો રોયહો, એને આમી નોવો સ્વભાવ સુરુ ઓઅય ગીયહો.
ચ્યા લીદે, ખ્રિસ્ત ચ્યા પવિત્ર જાગામાય નાંય ગીયો જ્યાલ લોકહાય બોનાડયોહો, જીં કા હાચ્ચાં પવિત્ર જાગા કેવળ યોક નમુનો હેય, બાકી તો આમહેહાટી પોરમેહેરા હામ્મે યાહાટી હિદો હોરગામાય ગીયો.
યાહાટી આમી ખ્રિસ્ત ચ્યે બોદયે હાર્યે વસ્તુહુવોય મહાયાજક બોની ગીયહો જીં આમી લોગુ યેનહી, ચ્યાય હોરગામાય એને વોદારે મહાન, વોદારે સિદ્ધ મેળાપા માંડવામાય આંદાર ગીયહો, તો માઅહા આથાકોય નાંય બોનાવલો ગીઅલો આતો એને યા દુનિયા ભાગ નાંય હેય.
કાહાકા આમા જાંઅજેહે, કા આમહે શરીર યે દોરત્યેવોય તંબુ હારકા હેય, જ્યામાય આમા રોજહે, જોવે તી નાશ ઓઅય જાઅરી, તે આમહાન પોરમેહેરા પાયને હોરગામાય યોક ઓહડા ગુઉ મિળરી, જ્યાલ ચ્યાય પોતે આથેકોય બાંદલા હેય એને તી અનંતકાળ લોગુ રોઅરી.
જ્યા પોરમેહેરાય દોરતી એને ચ્યેવોયને બોદયે વસ્તુહુલ બોનાડયાહા, તો હોરગ્યા એને દોરત્યે માલિક ઓઇન આથેકોય બોનાવલા મંદિરામાય નાંય રોય.
બાકી પરમપ્રધાન પોરમેહેર આથહા કોઇન બાંદલા દેવાળામાય નાંય રોય, જેહેકેન યશાયા ભવિષ્યવક્તા ચોપડીમાય લોખલાં હેય.
બાળાક ઈસુ જન્મા આઠ દિહી પાછે, પોહા સુન્નત કોઅના દિહી યેના તોવે ચ્યા નાંવ ઈસુ થોવ્યો, ઈ નાંવ ચ્યા આયહે બુકામાય યા પેલ્લાજ હોરગા દૂતાય આખ્યેલ.
“આમાહાય એલાલ એહેકેન આખતો વોનાયાહા કા, આંય માઅહા આથે બાંદલા દેવાળાલ તોડી પાડહીં, એને તીન દિહીહયામાય આંય યોક બીજાં દેવાળ તિયાર કોઅહી, જો આથેકોય નાંય બાંદલો રોઈ.”
આંય કોહડો દુઃખી માઅહું હેતાંવ, માન પોરમેહેરાપાઅને દુઉ કોઅનારા યા શરીરાપાઅને કું છોડાવી?
યાહાટી ચ્યા ખારાબ કામહાલ કોઅના છોડી દા જ્યેં તુમહે પાપી સ્વભાવાનુસાર હેય, એટલે વ્યબિચાર, અશુદ્ધતા, ખારાબ વાસના, ખારાબ ઇચ્છા એને લોબ જીં મુર્તિપુજા હારકા હેય.