16 એને આંય ચ્યાલ આખહી, કા લોકહાન મા બારામાય આખના લીદે કાય-કાય દુઃખ ઉઠાવાં પોડી.”
જ્યેં થી કાદાબી વિસ્વાસી બાહા કા બોઅહી ઈ દુઃખ વેઠના લીદે બોરહામાઅને ઓટી નાંય જાય, કાહાકા તુમહાન ખોબાર હેય, આપહાન દુઃખ વેઠાં પોડી.
ચ્યાય આમહેપાય યેયન પાઉલા કોંબરા આરે બાંદના પોટો લેદો, એને ચ્યે પોતા આથ પાગ બાંદિન આખ્યાં, “પવિત્ર આત્મા એહેકોય આખહે, કા જ્યા માઅહા ઓ કોંબરાલ બાંદના પોટો હેય, ચ્યાલ યેરૂસાલેમ શેહેરમાય યહૂદી લોક એહેકોઇન બાંદી, એને ગેર યહૂદીયાહા આથામાય હોઅપી દી.”
બાકી બોદયે રીત્યેથી, આમા દેખાડજેહે કા આમા પોરમેહેરા સેવાક હેજે, ધીરજથી આમા મુશ્કેલી, આબદા, એને દુઃખ સહન કોઅજેહે.
જીં માયે તુમહાન આખ્યેલ કા, “માલિકા કોઅતો ચાકાર મોઠો નાંય,” તી વાત યાદ કોઆ ચ્ચાહાય માન સોતાવ્યા, તો ચ્ચા તુમહાનબી સોતાવી,, જોવે ચ્યે મા વાત પાળી, તોવે તુમહે બી વાત પાળી.
પાછે જો ખ્રિસ્તા નાંવા લેદે તુમહે નિંદા કોઅલી જાહાય, તે ધન્ય હેતા, કાહાકા પોરમેહેરા મહિમામય આત્મા, તુમહેમાય રોહે.
યાહાટી આંય ઈહીં જેલેમાય બી દુઃખ બોગવી રિઅલો હેય, તેરુંબી લાજવાયુ નાંય, કાહાકા આંય ખ્રિસ્તાલ જાંઅતાહાંવ જ્યાવોય માયે બોરહો કોઅલો હેય, માન ખાત્રી હેય, ચ્યે હોપલા કામ ચ્યા દિહયા લોગુ જાવ પ્રભુ ઈસુ પાછો નાંય યેય તાંવ લોગુ હાચવી રાખી.
ધન્ય હેય તુમા, જોવે લોક તુમહાન મા શિષ્ય હેય, યા લેદે અપમાન કોઅરી, એને સતાવણી કોઅરી એને જુઠા બોલી બોલીન તુમહે વિરુદમાય બોદી રીતે ખારાબ વાતો આખરી.
તોવે જ્યા લોક તુમહે વિરુદ કોઅતાહા ચ્યા આબદા દાંહાટી તુમહાન દોઅવાડી દી, એને તુમહાન માઆઇ ટાકવામાય યી, કાહાકા તુમા મા શિષ્ય હેય યા લેદે, બોદી જાત્યા લોક તુમહેઆરે દુશ્માની કોઅરી.
તું જાંઅતોહો કા અન્તાકિયા એને ઈકુનિયા એને લુસ્ત્રા યા શેહેરાહામાય લોકહાય માન બોજ હિક દેનો, યાહાટી માયે બોજ પીડા બોગવી, તેરુંબી પ્રભુય માન બોદા દુઃખહામાઅને માન બોચાવી લેદો.
એને શિષ્યહાન હોદી કાડીન આમા તાં હાંત દિહીહુદુ રિયા, ચ્ચા પવિત્ર આત્મા અગુવાઈકોય પાઉલાલ યેરૂસાલેમ શેહેરમાય નાંય જાઅના વિનાંતી કોઅતા રિયા.
આંય યોહાન તુમહે બાહા, આંય ખ્રિસ્તાહાટી દુઃખ સહન કોઅનામાય એને પોરમેહેરા રાજ્યમાય એને ધીરજને હાતે ચ્યા દુઃખહાન સહન કોઅનામાય તુમહે હાંગાત્યો હેતાંવ, માન પતમુસ બેટમાય કૈદી બોનાડીન દોવાડી દેનલો ગીયેલ, કાહાકા માયે પોરમેહેરા વચના પ્રચાર કોઅયેલ એને ઈસુ ખ્રિસ્તા બારામાય સંદેશ લોકહાન આખ્યેલ.
એને ઈહીંબી ચ્યાલ મુખ્ય યાજકાહા પાયને ઓદિકાર મિળ્યહો કા જ્યા લોક તોવોય બોરહો કોઅતાહા, ચ્યા બોદહાલ યેરૂસાલેમ શેહેરામાય બાંદી લેય જાય.”
બાકી આમી ઉઠીન શેહેરામાય જો, કાદો તુલ આખી દી કા તુલ કાય કોઅના હેય.”
એને બોદા શેહેરાહામાય શિષ્યહા મન સ્થિર કોઅતા રિયા, એને ઈ હિકાડતા આતા કા બોરાહામાંય બોની રા, એને ઈ આખતા આતા, આપહાન મોઠા દુ:ખ ઉચકીન પોરમેહેરા રાજ્યામાય પ્રવેશ કોઅરા પોડી.
બાકી પાઉલે ચ્યાહાલ જાવાબ દેના, “તુમા કાય કોઅતાહા, જ્યા રોડી-રોડીન મા દિલાલ તોડતાહા? આંય તે પ્રભુ ઈસુ નાવાહાટી યેરૂસાલેમ શેહેરમાય ખાલી બાંદલો જાંઅનાહાટીજ નાંય બાકી મોઅરાહાટીબી તિયારી હેતાઉ.”