13 તોવે સિમોનાય પોતેબી ફિલિપા સંદેશાવોય બોરહો કોઅયો એને બાપતિસ્મા લેઈને ફિલિપા આરે રા લાગ્યા, તો ચિન્હ એને મોઠે-મોઠે સામર્થ્યા કામે ઓઅતા દેખીન નોવાય પામતો આતો.
એને પોરમેહેર પાઉલા દ્વારા સામર્થ્યા ગોત્યેવાળે કામે દેખાડતો આતો.
કાહાકા આબહો પાહાલ પ્રેમ કોઅહે એને પોતે જીં કોઅહે તીં બોદા પોહાલ દેખાડેહે, એને તો યા કોઅતા આજુ મોઠા કામ પોહાલ દેખાડી, કા ચ્યાહાટી તુમહાન નોવાય લાગી.
આગલે આરામા દિહે શેહેરા લગભગ બોદા લોક પોરમેહેરા વચન વોનાયા હાટી બેગા જાયા.
ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, “માયે યોક ચમત્કાર કોઅયા, એને તુમહાન બોદહાન ચ્યા નોવાય લાગી.
ખોલકાડાવાળા જમીનીવોઅને ચ્યા લોક હેય, જોવે વચન વોનાતેહે, તોવે આનંદાકોય માની લેતહેં, બાકી પોરમેહેરા વચન ચ્યાહા મોનામાય ઉંડે મુળે નાંય ઉત્યા, ચ્યાહાટી ચ્યે વોછા દિહાપુરતે બોરહો કોઅતેહે, એને પરીક્ષા સમયે ઈસુલ છોડી દેતહેં.
જ્યા લોક માયેવોય બોરહો થોવતાહા ચ્યા યા મોઠે ચિન્હે કોઅરાહાટી સફળ ઓઅરી કા: મા નાંવ લેઈને બુતહાલ તાંગાડી કાડી, નોવી ભાષામાય બોલી,
યે સેવાયેમાય નાંય તો હિસ્સો હેય, નાંય તો ભાગ હેય, કાહાકા તો મોન પોરમેહેરા આગલા હાચ્ચાં નાંય હેય.
એને ચ્યાલ વોળખી લેદો કા ઓ તોજ હેય જો દેવાળા સુંદાર નાંવા બાઅણા પાય બોહીન બિખ માગે, એને ચ્યે યે ઘટના કોય જીં ચ્યાઆરે જાયલી, ચ્યે બોજ નોવાય પામીન ચમકાય ગીયે.
જેહેકોય ચ્યાહાય પાપહાલ માની લેદા તોવે યોહાને લોકહાન યારદેન નોયેમાય બાપતિસ્મા દેના.