36 ઈ માઅહું મિસર દેશ એને લાલ દોરિયામાય એને ઉજાડ જાગામાય ચાળહી વોરહે લોગુ અદભુત કામ એને ચિન્હ દેખાડી-દેખાડી ચ્યાહાન કાડી લેય યેનો.
ઓ કરાર તેહેકેન નાંય ઓરી જેહેકેન માયે ચ્યાહા વડીલાહાહાતે ચ્યે સમયે કોઅયેલ, જોવે માયે ચ્યાહા આથે મિસર દેશામાઅને કાડી લેય યાહાટી દોઅલો આતો, કાહાકા પ્રભુ આખહે, ચ્યે મા કરારા બોરહામાય નાંય રિયે, એને માયે ચ્યાહા ખોબાર નાંય લેદી, પ્રભુ ઈ આખહે.
એને ચાળહી વોરહા લોગુ ચ્યે ઉજાડ જાગામાય ચ્યાહાન સહન કોઅતો રિયો, જોવે ચ્યાહાય ગેડી-ગેડી આગના તોડી.
યાહાટી પોરમેહેરે ચ્યાહાન આકાશામાઅને દિહી, ચાંદ એને ચાંદાલાહાન દેવતાહા રુપામાય ભક્તિ કોઅરાહાટી છોડી દેના. જેહેકેન ભવિષ્યવક્તાહા ચોપડયેમાય પોરમેહેરાય આખ્યાં, “ઓ ઈસરાયેલી લોકહાય, તુમા ઉજાડ જાગામાય ચાળહી વોરહા લોગુ માન જોનાવરહા બલિદાન એને અન્નબલી નાંય ચોડવ્યા બાકી તુમહાય ચ્યાહાન બિજા દેવતાહાન ચોડવ્યા.
ઈસુવે ચ્યાલ આખ્યાં, “જાવ લોગુ તુમા ચમત્કાર એને ચિન્હ નાંય એઅહા તાંવ લોગુ તુમા બોરહો નાંય કોઅહા.”
તે ચ્યા આગના પાળના તુમા મોનાય મા કોઅહા, જેહેકેન તુમહે વડીલાહાય કોઅયા, જ્યાહાય ઉજાડ જાગામાય પરીક્ષાયે સમયે પોરમેહેરા વિરુદ કોઅયા.
ચ્યાહાય ચાળહી વોરહા લોગુ મા ચમત્કારહાલ એઅલા આતા, તેરુંબી તુમહે વડીલાહાય મા પરીક્ષા લેદી એને માન પારખ્યો.