15 તોવે બોદા લોકહાય જ્યા મોઠી સોબાયેમાય બોઠલા આતા, ચ્યાએછે યોકદીઠ એઇન ચ્યા મુંય હોરગા દૂતા રોકા દેખ્યા.
બાકી પોરમેહેરા લોક ચ્યાહા આબહા રાજ્યામાય દિહા હારકા ચોમકી, જ્યા વોનાયા હાટી તિયાર હેય ચ્યા વોનાય લેય.”
તાં ચ્યાહા આગલા ઈસુવા રુપ બોદલાય ગીયા. એને ચ્યા મુંય દિહા રોહણ્યે રોકા ચોમકા લાગ્યા એને ચ્યા ફાડકે ઉજવાડા રોકે ઉજળેંફુલ ઓઅઇ ગીયે.
બાકી જોવે આપા બોદા યોક આરહા હારકા પોરમેહેરા મહિમાયેલ ઓહડા મુયહાલ દર્શાવતેહે જ્યાહાવોય પોડદો નાંય પોડ્યહો, તે પોરમેહેર આમહાન વોદતી રોયલ્યે મહિમાયેમાય વોદારે ને વોદારે પોતાના હારકા બોનાડેહે, ઈ પ્રભુ કામ હેય, જીં પવિત્ર આત્મા હેય.
બાકી આંય તુમહાન આખતાહાવ કા જો ચ્યા બાહાવોય ગુસ્સો કોઅરી, ચ્યાલ પોરમેહેર સજા કોઅરી એને કાદો ચ્યા બાહાલ નોકામ્યા આખરી ચ્યાલ યહૂદીયાહા મોઠી સોબાયેમાય સજા કોઅરી; એને જો કાદો આખે ‘ઓ મૂર્ખ’ ચ્યાલ નરકા આગડા સજા દેવામાય યી.
તોવે ઈસુય પાછા બિજ્યે વોખાત ચ્યા ડોળાહા ઉપે આથ થોવ્યો, તોવે ચ્યે ડોળા ઉગાડયા એને તો પુરીરીતે કોઅઇ હારો ઓઅઇ ગીયો, એને તો બોદા ચોખ્ખાં એઇ રીયલો આતો.
તોવે મહાયાજકાય પુછ્યાં, “કાય યો વાતો હાચ્યો હેય?”