41 ચ્યા યે વાતે લીદે ખુશ ઓઇન મોઠી સોબાયે હોમ્મેને જાતા રિયા, કા આપા ઈસુ લીદે અપમાનિત ઓઅના લાયકે ઠોર્યા.
ઓ મા બાહાબોઅયેહેય, જોવે તુમહેવોય બોદયે જાત્યે પરીક્ષાયો યેય, તે તુમા યા મોઠા આનંદા વાત હોમજાં.
ધન્ય હેય તુમા, માઅહા પોહા લેદે તુમહેઆરે દુશ્માની કોઅરી, એને સોબાયે ઠિકાણા માઅને બાઆ કાડી દેઅરી, એને નિંદા કોઅરી, એને તુમહાન ખારાબ જુઠા હોમજીન નાંવ ખોડી ટાકી.”
કાહાકા તુમા ખ્રિસ્તાવોય બોરહો કોએ ઓલહાંજ નાંય બાકી ચ્યાહાટી દુઃખબી બોગવે ઓહડી સદા મોયા તુમહાવોય પોરમેહેરાય કોઅલી હેય કાહાકા તુમા ચ્ચાવોય બોરહો કોઅતેહે.
બાકી ઈ બોદા ચ્યા લોક તુમા મા શિષ્ય હેય યા લેદે તુમહેઆરે કોઅરી, કાહાકા ચ્યા માન દોવાડનારા પોરમેહેરાલ નાંય વોળખે.
યા લીદે આંય ખ્રિસ્તાહાટી ક્મજોર્યો, એને નિંદાયેહેમાય, એને ગરીબાયેમાય, એને અત્યાચારમાય, એને સંકટામાય, આનંદિત હેતાંવ, કાહાકા જોવે આંય નોબળો ઓઅહું, તોવેજ આંય ખ્રિસ્તા સામર્થમાય બળવાન હેતાંવ.
એને બોરહા કર્તા એને સિદ્ધ કોઅનારા ઈસુવોય દિયાન દા, જ્યાંય ચ્યા આનંદાહાટી જો આગલા ભવિષ્યામાય ચ્યાહાટી નોક્કી કોઅલા આતાં, શરમાના કાય વિચાર નાંય કોઅતા, હુળ્યેખાંબા દુઃખ વેઠયાં એને એહેકેન મોઅઇ ગીયો, એને આમી પોરમેહેરા સિંહાસના જમણી એછે બોઠહો.
ફક્ત ઓલહાંજ નાંય, બાકી આપા આપહે મુશીબાત માયબી આનંદ કોઆ, કાહાકા આમા જાંઅજેહે કા જોવે આપા દુઃખ ઉઠાવજેહે તોવે હારેં રીતે ધીરજ રાખના હિકજેહે,
તુમા કૈદ્યાહા દુઃખામાયબી દુ:ખી બોન્યા, એને તુમહે પોતાની મિલકાતબી આનંદથી લુટી લા દેની, કાહાકા તુમા જાંઅતે આતેં કા તુમહેપાય યાથી કોલાહાક વોદારે ઉત્તમ એને કાયામ રોય ઓહડી મિલકાત હેય.
ઈ વોનાયને પ્રેષિત બોડે હાકાળેહેજ દેવાળામાય ગીયા, જેહેકેન ચ્યાહાન હોરગા દૂતહાકોય આખલા ગીઅલા આતા, એને ચ્યાહાય લોકહાન હિકાડના સુરુ કોઅયા. બાકી મહાયાજક એને ચ્યા હાંગાત્યાહાય યેયન મોઠી સોબાયેલ એને ઈસરાયેલ્યાહા બોદા વડીલાહાન યોખઠા કોઅયા, એને જેલેમાય આખી દોવાડયા કા પ્રેષિતાહાન લેય યેય.
બાકી પાઉલે ચ્યાહાલ જાવાબ દેના, “તુમા કાય કોઅતાહા, જ્યા રોડી-રોડીન મા દિલાલ તોડતાહા? આંય તે પ્રભુ ઈસુ નાવાહાટી યેરૂસાલેમ શેહેરમાય ખાલી બાંદલો જાંઅનાહાટીજ નાંય બાકી મોઅરાહાટીબી તિયારી હેતાઉ.”
કાહાકા યા લોક ચોમખી યાહાટી મુસાફરી કોઅઇ રીયલા હેય કા ઈસુ ખ્રિસ્તા વચના ઘોષણા કોઅય એને ગેર યહૂદી લોકહાપાઅને કાયજ મોદાત નાંય લેય.