30 આમહે આગલ્યા ડાયહા પોરમેહેરે ઈસુલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, જ્યાલ તુમહાય હુળીખાંબાવોય ચોડવીન માઆઇ ટાકલો.
બાકી ખ્રિસ્તાય આપહાન ચ્યા હારાપામાઅને છુટકા કોઅયા જો નિયમાહાલ લેય યેહે, એને ખ્રિસ્ત પોતે આપહે હારાપ લેય લેઈને હુળીખાંબાવોય આપહે પાપહાહાટી બલિદાન ઓઅય ગીયો, જેહેકેન મૂસા નિયમમાય લોખલાં હેય, “હારાપી હેય તો જો હુળીખાંબાવોય માઆય ટાકલો જાહે.”
તો પોતેજ આમહે પાપહાલ પોતાના શરીરાવોય લેયને હુળીખાંબાવોય ચોડી ગીયો, જ્યાથી આમા પાપહાહાટી મોઅયન ન્યાયપણાહાટી જીવન જીવજે, એને ચ્યા ઘાવહાથી આમા હારાં ઓઅય ગીયહા.
એને આમા ચ્યા બોદા કામહા સાક્ષી હેજે, જીં ચ્યાય યહૂદી લોકહા બોદા વિસ્તારમાય એને યેરૂસાલેમ શેહેરામાયબી કોઅયે, એને યેરૂસાલેમ શેહેરામાય ચ્યાહાય ચ્યા ઈસુલ હુળીખાંબાવોય ટાંઅગીન માઆઇ ટાક્યો.
તોવે ચ્યે આખ્યાં, આંય આગલ્યા ડાયાહા પોરમેહેરે તુલ યાહાટી ઠરાવ્યોહો કા તું ચ્યા ઇચ્છાલ જાંએ, એને ચ્યા ન્યાયી એટલે મસીહાલ એએ, એને ચ્યા આવાજ વોનાયે.
યા વાયદાલ પોરમેહેરાય ઈસુલ મોઅલા માઅને પાછો જીવતો કોઇન તી વાયદો આપહે પોહાહા હાટી પુરો કોઅયો. જેહેકેન ગીતશાસ્ત્રમાય લોખલાં હેય, તું મા પ્રિય પોહો હેય, આંય તો આબહો બોની ગીઅલો હેતાંવ.
પોરમેહેરાય ચ્યા ચાકારાલ મોઅલા માઅને પાછો જીવતો ઉઠાડીન બોદહા પેલ્લા તુમહેપાય દોવાડયો, કા આપહે માઅને બોદહાલ ચ્યાહા પાપી જીવના માઅને ફેરવી લેયને પોરમેહેરા બોરકાત દેય.”
યાજ ઈસુવાલ પોરમેહેરે મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, જ્યા આમા બોદા સાક્ષી હેજે.
આગલ્યા ડાયહાવોય દયા કોઇન ચ્યા પવિત્ર કરાર પુરો કોઅરી.
ચ્યાય આબ્રાહામાલ એને ચ્યા પીડીલ સાદામાટે દયા કોઅરાહાટી વાયદાલ પુરાં કોઅયાહાં!