22 કાહાકા જો માટડો ચમત્કારિક રીતે હારો જાયલો આતો, તો ચાળહી વોરહા કોઅતો વોદારી ઉંબારે આતો.
તાં ચ્યાલ એનિયાસ નાંવા લખવા રોગી માઅહું મિળ્યો, જો આઠ વોરહાથી ખાટલે પોડી રોઅલો આતો.
તાં યોક માઅહું આતા તો આડાત્રી વોરહાપાઅને બિમાર આતા.
ઓલહામાય લોક યોકા જન્મા પાઅને લેંગડા આતા ચ્યા માઅહાલ લેઈને યેત, ચ્યાલ દિનેરોજ દેવાળા બાઅણા પાય જ્યાલ સુંદાર નાંવા બાઅણા આખતેહે, ચ્યાપાય બોહાડી જાત, કા તો દેવાળે જાનારાહા પાયને બિખ માગે.
યોક દિહી જોવે ઈસુ શિષ્યહાઆરે વાટે જાતો આતો, તોવે યોકા જોન્માથી આંદળા માઅહાલ દેખ્યા.
તાં યોક બાઈ આતી, એને જ્યેં કૉબરામાયને ડોંગી વોળી ગીઅલી આતી, એને કોઅયેહેજ રીતે તી હિદી ઓઈ નાંય હોકતી આતી.
એને યોક બાઈ ચ્યે બારા વોરહાથી લોય પોડના બિમારી આતી, તી ચ્યા પાહલા યેની એને ફાડકા છેડાલ આથ લાવ્યો.
તોવે ચ્યાહાય ચ્યાહાન આજુ દોમકાડીન જેલેમાઅને છોડી દેના, કાહાકા લોકહા લીદે ચ્યાહાન ડોંડ દેઅના કાયજ કારણ નાંય મિળ્યાં, યાહાટી કા જીં ઘટના જાયલી આતી ચ્યા લીદે બોદા લોક પોરમેહેરા સ્તુતિ કોઅતા આતા.
પિત્તર એને યોહાન જેલેમાઅને સુટીન યેરૂસાલેમમાય ચ્યાહા હાંગાત્યાહા પાય યેના, એને જીં કાય મુખ્ય યાજક એને આગેવાનહાય આખલા આતા, ચ્યાહાન આખી દેના.