14 બાકી જીં માઅહું હારો જાયલો આતો, તો પિત્તર એને યોહાના આરે ઉબો દેખીન, સોબાયેમાય યોખઠા ઓઅલા લોક ચ્યાહા વિરુદમાય કાયજ આખી નાંય હોક્યા.
આમી જોવેકા યે વાતહે નાકારબી નાંય ઓઈ હોકે, તે ઠીક હેય, કા તુમા ઠાવકા રા, એને વોગાર હોમજી-વિચારી કાયજ મા કોઅતા.
તોવે ચ્યાહાય ચ્યાહાન આજુ દોમકાડીન જેલેમાઅને છોડી દેના, કાહાકા લોકહા લીદે ચ્યાહાન ડોંડ દેઅના કાયજ કારણ નાંય મિળ્યાં, યાહાટી કા જીં ઘટના જાયલી આતી ચ્યા લીદે બોદા લોક પોરમેહેરા સ્તુતિ કોઅતા આતા.
“આપા યા માઅહા આરે કાય કોઅતા? કાહાકા યેરૂસાલેમ શેહેરામાય રોનારા બોદા લોકહાન ખોબાર હેય, કા યાહાકોય યોક પ્રસિદ ચિન્હ દેખાડલા ગીઅલા હેય, એને આપા યાલ નાકાર નાંય કોઇ હોકજે.
તોવે તુમા બોદા એને બોદા ઈસરાયેલી લોક જાઈલા કા ઈ નાજરેત ગાવામાઅને ઈસુ ખ્રિસ્તા નાવાકોય કોઅલા હેય, ચ્યાજ ઈસુવાલ તુમહાય હુળીખાંબાવોય ચોડવી દેનલો આતો, બાકી પોરમેહેરે ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, આજે ચ્યાજ નાવાકોય ઈ માઅહું તુમહે હોમ્મે હારાં હુદરીન ઉબલાં હેય.
જોવે ચ્યાહાય પિત્તર એને યોહાન યાહા ઈંમાત દેખ્યી, એને ઈ જાંઅયા કા યા અભણ એને સાદે માઅહે હેય, તોવે નોવાય પામ્યા, પાછે ચ્યાહાન વોળખ્યા, યા ઈસુ આરે રોય રીઅલા આતા.
બાકી ચ્યાહાન મોઠી સોબાયે બાઆ જાયને ઉબા રા આખ્યાં, એને ચ્યા ચ્યાહામાય વિચાર કોઅતા લાગ્યા.