15 એને તુમહાય લોકહાન જીવન દેનારાલ માઆઇ ટાક્યો બાકી પોરમેહેરે ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો ઉઠાડયો, ચ્યા આમા સાક્ષી હેજે.
બાકી ચ્યાલ પોરમેહેરે ચ્યા મોરણા બંધન માઅને છોડાવીન ચ્યાલ પાછો જીવતો કોઅયો, કાહાકા ઈસુલ મોરણા તાબામાંય નાંય રાખી હોકતા આતા.
પાછે ચ્યે માન આખ્યાં, યો બોદ્યો વાતો પુર્યો ઓઅય ગીયહો, “આંય અલ્ફા એને ઓમેગા, પેલ્લો એને છેલ્લો હેતાંવ, આંય તોજ હેતાંવ જો સાદામાટે જીવતો હેતાંવ. જીં કાદાં પીહ્યા હેય, ચ્યાલ આંય જીવન દેનારા પાઅયા ઝરા માઅને મોફાત પાઆય પાજહી.
યાજ ઈસુવાલ પોરમેહેરે મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, જ્યા આમા બોદા સાક્ષી હેજે.
કાહાકા પોરમેહેર, જ્યાહાટી એને જ્યાથી બોદા કાય ઓઅહે, તો બો બોદા લોકહાન મહિમામાય લેય યા માગહે યાહાટી ચ્યાલ ઈ હારાં લાગ્યા કા પ્રભુ ઈસુલ જીં ચ્યા તારણ કોઅહે દુઃખ ઉઠાવાથી સિદ્ધ બોને.
જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “પેલ્લો માઅહું, એટલે આદામ, જીવતો પ્રાણી બોન્યો” એને છેલ્લો આદામ, એટલે ઈસુ ખ્રિસ્ત, અનંતજીવન દેનારો બોન્યો.
કાહાકા જેહેકેન આબહો પોતાનામાય જીવન રાખહે, તેહેકેન ચ્યાય પોહાલ બી ઓદિકાર દેનહો કા પોતાનામાય જીવન રાખે.
તો બોદા જીવના ઝરો હેય, એને તોજ બોદા માઅહાન ઉજવાડો દેહે.
પવિત્ર આત્મા એને ગેટા વોવડી યે બેની ઈસુલ આખતેહે, “યે!” એને વોનાનારાબી આખે “યે!” જો પિહો હેય તો યેય, એને જીં ચ્યાલ જોજહે તીં જીવના પાઆઈ મોફાત લેય.
એને આપા ઈ બી જાંઅજેહે, કા ઈસુ ખ્રિસ્ત પોરમેહેરા પોહો યેય ગીઅલો હેય એને ચ્યાય આપહાન હોમાજ દેનહી, કા આપા ચ્ચા હાચ્ચાં પોરમેહેરાલ વોળાખજેહે, એને આપા ચ્યા હાચ્ચાં પોરમેહેરામાય યોકજુટ હેય કાહાકા આપા ચ્ચા પોહો ઈસુ ખ્રિસ્તામાય યોકજુટ હેય હાચ્ચો પોરમેહેર એને અનંતજીવન ઈંજ હેય.
એને યોક વોખાત પરિપૂર્ણ બોન્યા પાછે ચ્યા બોદહાહાટી જ્યેં ચ્યા આગના પાળતેહે, તો અનંત તારણા કારણ બોની ગીયો.
કાહાકા તુયે ચ્યાલ બોદા માઅહાવોય પુરો ઓદિકાર દેનહો, તોવે તો જ્યાહાલ તુયે ચ્યાલ દેનહા, ચ્યા બોદહાન તો અનંતજીવન દેય.
ઈસુવે ચ્યાલ આખ્યાં, “વાટ એને હાચ્ચાં એને અનંતજીવન આંયજ હેતાંવ, માયે વોગાર કાદો પોરમેહેર આબહાપાય નાંય જાય હોકે.
બાકી આંય જીં પાઆય દિહી, તાંમાઅને જીં માઅહું પીયી, તો કાદે દિહે પિહો નાંય ઓરી, બાકી જીં પાઆઈ આંય દિહી, તો ચ્યામાય યોક ઝરો બોની જાય, જીં ચ્યાલ અનંતજીવન દેઅરી.”
ઈસુવે ચ્યેલ જાવાબ દેનો, “તું નાંય જાંએ કા પોરમેહેર તુલ કાય દાં માગહે, એને તું નાંય જાંએ કા કું તોવોય પાઆય માગહે. જોવે તું જાઅતી, તે તું માવોઅને ચ્યાલ માગતી એને આંય તુલ પાઆય દેતો જીં જીવન દેહે.”
તોવે હોરગ્યા દૂતાય માન જીવન દેનારા પાઅયા યોક નોય દેખાડી, જી પાઆય ચોખ્ખાં કાચાહારકા ચમાકતા આતાં એને ચ્યા પાઅયા ઝરો પોરમેહેરા રાજગાદી ઇહિને એને ગેટા બી રાજગાદી વોયને વોવી રીઅલા આતા.
એને આંય ચ્યાહાન અનંતજીવન દેતહાવ એને ચ્ચે કોય દિહે નાશ નાંય ઓઅરી, એને ચ્યાહાન કાદો માયે વોઅને પેચકી નાંય લેય.
ઈ તી મહાન શક્તિ હેય જ્યેં ઉપયોગ પોરમેહેરાય તોવે કોઅયો જોવે ચ્યાય ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, એને જોવે ચ્યાય ખ્રિસ્તાલ હોરગામાય ચ્યા જમણી એછે માનાપાના જાગાવોય બોહાડયો.
ચ્યાલુજ પોરમેહેરે પ્રભુ એને તારણારો ઠોરવ્યો, ચ્યા જમણા આથાકોય ઉચો કોઅયો, કા ઈસરાયેલા લોક ચ્યાહા ખારાબ વિચાર એને વાટી વોયને પોરમેહેરાએછે ફિરે, એને ચ્યાકોય ચ્યાહા પાપહા માફી મિળવે.
તુમા યે બોદયે વાતહે સાક્ષીદાર હેય.
એને બોજ ખિજવાય ગીયા, કાહાકા પિત્તર એને યોહાન ઈસુ બારામાય હિકાડતા આતા કા જ્યા લોક મોઅઇ ગીયહા પોરમેહેર ચ્યાહાન મોઅલા માઅને પાછો જીવતો કોઅરી, જેહેકેન ચ્યાય ઈસુલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો.
એને બોરહા કર્તા એને સિદ્ધ કોઅનારા ઈસુવોય દિયાન દા, જ્યાંય ચ્યા આનંદાહાટી જો આગલા ભવિષ્યામાય ચ્યાહાટી નોક્કી કોઅલા આતાં, શરમાના કાય વિચાર નાંય કોઅતા, હુળ્યેખાંબા દુઃખ વેઠયાં એને એહેકેન મોઅઇ ગીયો, એને આમી પોરમેહેરા સિંહાસના જમણી એછે બોઠહો.