27 કાહાકા કૈદ્યાલ દોવાડના એને જ્યા દોષ ચ્ચાવોય લાવલા ગીઅલા, ચ્ચાહાન નાંય આખના, માન હારાં નાંય લાગ્યા.”
કાય મા નિયમશાસ્ત્ર કાદા માઅહાલ જાવ લોગુ ચ્યા વોનાયને જાઈ નાંય લેય કા તો કાય કોઅહે, દોષ થોવહે કા?
બાકી માન ચ્ચા બારામાય કાય આરાપ નાંય મિળ્યો કા સમ્રાટાલ લિખું, યાહાટી આંય ચ્ચાલ તુમહે હામ્મે એને વિશેષ કોઇન ઓ રાજા અગ્રીપ્પા તો હામ્મે લેય યેનોહો, કા પારખ્યા પાછે માન કાય લોખના મીળે.
અગ્રીપ્પાય પાઉલાલ આખ્યાં, “તુલ પોતાના બારામાય બોલના પરવાનગી હેય,” તોવે પાઉલે લોકહાન ઠાવકા રાંહાટી આથા ઈશારો કોઇન જોવાબ દાં લાગ્યો.