15 જોવે આંય યેરૂસાલેમ શેહેરામાય આતો, તે મુખ્ય યાજક એને યહૂદીયાહા આગેવાનાહાય ચ્યાવોય દોષ લાવ્યો એને વિચાર્યા, કા ચ્યાવોય ડોંડ કોઅના આગના દેનલી જાય.
પાચ દિહી પાછે હનાન્યા મહાયાજક એને કોલહાક આગેવાન એને તિરતુલ્લુસ નાંવ્યો કાદો વકીલાલ આરે લેઈને કૈસરીયા શેહેરમાય યેય પોઅચ્યા, ચ્યાહાય રાજ્યપાલા હામ્મે પાઉલાવોય દોષ લાવ્યો.
બાકી ચ્યા મોઠેરે બોંબાલતા લાગ્યા એને માગતા લાગ્યા, “ચ્યાલ હુળીખાંબાવોય ચોડવી દાં જોજે” એને ચ્યાહા બોંબાલના નાંય ગાઠ્યા.