33 ચ્યાહાય કૈસરીયા શેહેરામાય પોઅચીન રાજ્યપાલાલ પત્ર દેના, એને પાઉલાલબી ચ્ચા હામ્મે ઉબો કોઅયો.
જોવે આમા રોમ શેહેરામાય પોઅચ્યા, તોવે પાઉલાલ યોક સીપાડા આરે જો ચ્યા રાખવાળી કોઅરા આતો, યોખલા રોઅના આગના મિળી.
“મહાપ્રતાપી ફેલિક્સ રાજ્યપાલાલ ક્લોદિયુસ લુસીયાસ પાઅને સલામ.
બાકી ફિલિપ અશદોદ શેહેરમાય યેનો, એને તો યોકે જાગેને બીજે જાગે ચ્યા મુસાફરી કોઅતો રિયો એને કૈસરીયા શેહેરામાય પોઅચ્યો તાંવ લોગુ બોદા શેહેરાહામાય હારી ખોબારે પ્રચાર કોઅતો રિયો.
પાચ દિહી પાછે હનાન્યા મહાયાજક એને કોલહાક આગેવાન એને તિરતુલ્લુસ નાંવ્યો કાદો વકીલાલ આરે લેઈને કૈસરીયા શેહેરમાય યેય પોઅચ્યા, ચ્યાહાય રાજ્યપાલા હામ્મે પાઉલાવોય દોષ લાવ્યો.
ફેલિક્સાલ આમા બોદે જાગે એને બોદ્યેજ રીત્યેસે ધન્યવાદ હાતે માનજેહે.
ચ્યાહા બોજ દિહી તાં રોયા પાછે ફેસ્તુસે પાઉલા બારામાય રાજાલ આખ્યાં, “યોક માઅહું હેય, જ્યાલ ફેલિક્સ જેલેમાય છોડી ગીયહો.