28 એને આંય જાંઅરા માગતો આતો, કા ચ્ચે ચ્ચાવોય કોઅહા કારણે દોષ લાવતાહા, યાહાટી ચ્ચાલ ચ્ચાહા મોઠયે સોબાયેમાય લેય ગીયો.
બીજે દિહી તો હાચ્ચાં-હાચ્ચાં જાઅના ઇચ્છાથી કા યહૂદી ચ્યાવોય કાહા દોષ લાવતેહે, યાહાટી ચ્યા બંધન ખોલી દેના, એને મુખ્ય યાજકાહાલ એને બોદી મોઠી સોબાયેલ યોકઠા ઓઅના આગના દેની, એને પાઉલાલ લેય યેયન ચ્યાહા હામ્મે ઉબો કોઅઇ દેનો.
બાકી આંય તુમહાન આખતાહાવ કા જો ચ્યા બાહાવોય ગુસ્સો કોઅરી, ચ્યાલ પોરમેહેર સજા કોઅરી એને કાદો ચ્યા બાહાલ નોકામ્યા આખરી ચ્યાલ યહૂદીયાહા મોઠી સોબાયેમાય સજા કોઅરી; એને જો કાદો આખે ‘ઓ મૂર્ખ’ ચ્યાલ નરકા આગડા સજા દેવામાય યી.
પાઉલે મોઠયે સોબાયે એછે યોક્યે નોજારેકોય એઅયા, એને આખ્યાં, “ઓ બાહહાંય, માયે આજેલોગુ પોરમેહેરાહાટી બીલકુર હાચ્ચાયેથી જીવન વિતાવ્યાહા.”
જોવે બોજ જગડો જાયો, તે સૈન્યા-દલા સરદારાય યે બિકથી કા ચ્યા પાઉલા ટુકડા-ટુકડા નાંય કોઅઇ ટાકે, સૈન્યા-દલાલ આગના દેની કા ઉતી પોડીન સોબાયે સભાસદહા વોચ્ચેથી પાઉલાલ બળજબરીથી કાડા, એને કિલ્લામાય લેય યા.