6 જોવે આંય મુસાફરી કોઇન દમસ્ક શેહેરા પાહાય પોઅચ્યો, તોવે એહેકેન જાયા કા બોપરેહે લગભગ યોકાયોક મોઠો ઉજવાડો આકાશામાઅને મા ચારી-ચોમખી ચોમક્યા.
તો ચ્યા જમણા આથામાય હાત ચાંદાલાહાન દોઅઇ રોઅલો આતો, ચ્યા મુયામાઅને યોક બેન દાઅયેવાળી ચીંદળી તારવાય નિંગી રોઅલી આતી, ભોર બોપરેહે દિહા હારકા ચ્યા મુંય ચોમકી રીઅલા આતા.
તાં ચ્યાહા આગલા ઈસુવા રુપ બોદલાય ગીયા. એને ચ્યા મુંય દિહા રોહણ્યે રોકા ચોમકા લાગ્યા એને ચ્યા ફાડકે ઉજવાડા રોકે ઉજળેંફુલ ઓઅઇ ગીયે.
એને આંય દોરત્યેવોય પોડી ગીયો, એને ઓ આવાજ વોનાયો, “ઓ શાઉલ, ઓ શાઉલ, તું માન કાહા સતાવતોહો?”
તોવે મોઠી ગરબડ ઉબી જાયી એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ, જ્યા પોરૂષી આતા, ઉબા ઓઅય ગીયા એને ઈ આખીન વોદારે બોલા-બોલી કોઅરા લાગ્યા, “આમા યા માઅહામાય કાયજ ખારાબી નાંય એઅજે, એને ઓઅઇ હોકહે કા યોક આત્મા કા યોક હોરગા દૂતાય ચ્યા હાતે વાત કોઅયીહી.”
એને બોદહા સેલ્લે માન બી દેખાયો, જો માયે અચાનક આશા બી નાંય કોઅયેલ ખ્રિસ્તા પ્રેષિત બોની ગીયો.