15 તાઅને આમહાય લંગાર છોડયા એને બીજે દિહી ખિયસ બેટા હામ્મે પોઅચ્યા. આમા આગલે દિહી દોરિયો પાર કોઇન તાઅને સામુસ બેટા એને ચ્ચા બીજે દિહી મિલેતુસ બેટાવોય યેના.
એરાસ્તુસ કરિંથ શેહેરામાય રોયન ગીયહો, એને માયે ત્રોફિમુસ જો બિમાર આતો, ચ્યાલ આંય મિલેતુસ શેહેરામાય થોવી યેનહો.
એને જોવે આમા મિલેતુસ શેહેરામાય ઉત્યા, તોવે પાઉલે એફેસુસ શેહેરા મંડળ્યે વડીલાહાન નિરોપ દોવાડીન ચ્યાપાય હાદ્યા.
જોવે તો અસ્સુસ શેહેરમાય આમહાન મિળ્યો તે આમા ચ્ચાલ આમહે આરે જાહાજેમાય બોહાડીન મિતુલેને શેહેરામાય યેના.