7 કાહાકા યા લોક ચોમખી યાહાટી મુસાફરી કોઅઇ રીયલા હેય કા ઈસુ ખ્રિસ્તા વચના ઘોષણા કોઅય એને ગેર યહૂદી લોકહાપાઅને કાયજ મોદાત નાંય લેય.
તું ધીરજ દોઅતોહો, એને તુયે મા નાંવા લીદે દુઃખ સહન કોઅલા હેય, એને તુયે માયેવોય બોરહો કોઅના નાંય છોડયા.
આમી આંય તુમહેહાટી જીં દુઃખ બોગવી રોયહો, ચ્યા લીદે આંય ખુશ હેતાઉ, એને આંય સાદા મા શરીરામાય દુઃખ સહન કોઅતાહાંવ જેહેકેન ખ્રિસ્તાય ચ્ચા શરીરાહાટી એટલે મંડળીહાટી સહન કોઅયા.
ભલે તુમા કોઅયેહે વાતમાય બિજ્યે મંડળ્યેહે કોઅતે વોસે રાહા, સિવાય યામાય કા આંય તુમાહાવોય આર્થિક વોજો નાંય બોન્યો, જો તુમા ઓહડા વિચારતેહે માયે ઓહડા કોઇન તુમહેહાતે અન્યાય કોઅયોહો, તે તુમહે ઓહડા વિચારના ગલત હેય. તુમા માન માફ કોઅય દા.
કાહાકા આમા પોતાના નાંય, બાકી ખ્રિસ્ત ઈસુ પ્રચાર કોઅજેહે, કા ઈસુ ખ્રિસ્ત પ્રભુ હેય, એને આમા ઈસુ લીદે તુમહે ચાકાર હેજે.
તે પાછે મા ઇનામ કાય હેય? ઈંજ કા આંય ઈસુ ખ્રિસ્તા હારી ખોબારે પ્રચાર પોયહા લેયા વોગર કોઉ, ઈંજ કારણ હેય કા જોવે આંય હારી ખોબારે પ્રચાર કોઅતાહાંવ તે આંય કોયદિહી મા ઓદિકારહા માંગ નાંય કોઉ.
એને આંય ચ્યાલ આખહી, કા લોકહાન મા બારામાય આખના લીદે કાય-કાય દુઃખ ઉઠાવાં પોડી.”
બાકી જ્યા વિસ્વાસી વિખરાય ગીઅલા આતા, ચ્યા હારી ખોબાર આખતા ફિર્યા.
ચ્યા યે વાતે લીદે ખુશ ઓઇન મોઠી સોબાયે હોમ્મેને જાતા રિયા, કા આપા ઈસુ લીદે અપમાનિત ઓઅના લાયકે ઠોર્યા.
બાકી ઈ બોદા ચ્યા લોક તુમા મા શિષ્ય હેય યા લેદે તુમહેઆરે કોઅરી, કાહાકા ચ્યા માન દોવાડનારા પોરમેહેરાલ નાંય વોળખે.
માયે કાદા હોના ચાંદી, કા ડોગલાં લાલચ નાંય કોઅયા.
માયે તુમહાન બોદાંજ કોઅય દેખાડયાં, કા યે રીતે મેહનાત કોઅના નોબળાહાન સાંબાળના, એને પ્રભુ ઈસુ વચનાહાલ યાદ રાખના જરુરી હેય, કા ચ્ચેય પોતેજ આખલા હેય, ‘લેયના કોઅતા દેયના ધન્ય હેય’.”
યાહાટી પોરમેહેરે ચ્યાલ બોદહા કોઅતા ઉચા પદવોય બોહાડયો, એને ચ્યાલ તી નાંવ દેના જીં બોદા નાંવહા માય મહાન હેય.
યાહાટી આમહાન ઓહડા લોકહાન મોદાત કોઅરા જોજે યાહાટી જોવે ચ્ચે હાચ્ચાઇ આખતેહે, ચ્ચાહા માય આમા બી ચ્ચાહા આરે ભાગીદાર બોનજે.