6 યે વાતે દિયાન રાખે, કા જીં વોછા પોઅહે, તી વોછા વાડી, એને જીં વોદારે પોઅહે, તી વદારે વાડી.
તુમા દા, તે પોરમેહેર તુમહાનબી બોઓઈન એને ઠેસીન એને દાબીન એને ઉબરાઈન દી; કાહાકા જ્યા પરમાણે, તુમા બીજહા ન્યાય કોઅતાહા, તેહેકોયજ પોરમેહેર બી તુમહે ન્યાય કોઅરી.”
પોઅનારાલ બિયારો એને ખાંહાટી ખોરાક દેનારો પોરમેહેર તુમહાન જ્યા બિયારા જરુર હેય તી બોદા પુરાં પાડી, એને ચ્યાલ વોદાડી, જ્યાથી તુમહે ન્યાયપણા ફળ બોજ ઓઅરી.
જેહેકેન તુમહાય હારેં કામે કોઅયેહે, એને આમીબી તુમા પોરમેહેરા નાવામાય પોરમેહેરા લોકહાહાટી પ્રેમથી સેવાયે કામ કોઅતેહે, યાહાટી પોરમેહેર તુમહાન નાંય વિહરાયી, કાહાકા તો ન્યાયી હેય.
બાકી આંય તુમહાન આખતાહાવ, તુમહાન પવિત્ર આત્માનુસાર જીવન જીવના ગોરાજ હેય, તોવે તુમા ખારાબ કામે નાંય કોઅહા જો તુમહે પાપી સ્વભાવ કોઅરા માગહે.
આંય જીં તુમહાલ આખા માગહુ તી ઈ હેય, કા પોરમેહેરાય આબ્રાહામાઆરે જો કરાર કોઅલો આતો, ચ્ચા ચારસો તીસ વોરહા પાછે મૂસાલ નિયમ દેનલો ગીયો, ચ્યાથી પોરમેહેર ચ્ચા કરારાલ રદ્દ નાંય કોઅય હોકે, એને નાંય બોદલી હોકે.
બાકી આસલી ઈ હેય કા પોરમેહેરાય હાચ્ચાંજ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, એને જ્યા લોક મોઅઇ ગીઅલે હેય ચ્યાહામાઅને પાછો જીવતો ઓઅનારો પેલ્લો માઅહું હેય.
યાહાટી આંય ચ્યા ઓદિકારાકોય જો પ્રભુય માન દેનલો હેય, આંય તુમહાન આખતાહાવ, જેહેકેન અવિસ્વાસી લોક ચ્યાહા મોના વિચારાનુસાર નોકામ્યા જીવન જીવતાહા, તુમા આમી પાછા ચ્યાહા હારકા તેહેકેન જીવન નાંય જીવના.
ઓ વિસ્વાસી બાહાહાય, આંય ઈ આખતાહાવ, કા ખ્રિસ્તા પાછો યેઅના માય આમી વોદારી સમય નાંય રિઅલો હેય, યાહાટી તુમહે વોરાડ ઓઅઇ ગીયાહા કા નાંય, યા બારામાય વોદારી ચિંતા નાંય કોઅના, બાકી પ્રભુ સેવા કોઅરાહાટી વિચાર કોઅતે રા.
આંય તુમહાન યાહાટી આખતાહાવ, કા કાદો તુમહાન જુઠા શિક્ષણાકોય છેતરે નાંય.
મા આખના મોતલાબ ઈ હેય કા, તુમહેમાઅને કાદો આખહે કા, “આંય પાઉલા શિષ્ય હેય,” તે કાદો “અપુલ્લોસા,” તે કાદો “કેફા” તે કાદો આખહે કા “આંય ખ્રિસ્તા શિષ્ય હેતાંવ.”
યાહાટી માયે યા વિસ્વાસી બાહાહાલ ઈ વિનાંતી કોઅના જરૂર્યે હોમજ્યા કા ચ્યા પેલ્લેથીજ તુમહેપાય જાય, એને ચ્યા દાનાલ તિયાર કોઅય થોવે, જ્યાલ તુમહાય ઉદારતાથી દેઅના વાયદો કોઅયેલ, તે કંજુસાયથી નાંય બાકી રાજીખુશીકોય તિયાર રા.