18 એને બોદ્યો વાતો પોરમેહેરા પાયને હેય, જ્યાંય ખ્રિસ્તાથી પોતાના હાતે આપહે મેળમિલાપ કોઅય લેદો, એને મેળમિલાપા સેવા આમહાન હોઅપી દેનહી.
પ્રેમ ઈ નાંય હેય કા આપા પોરમેહેરાલ પ્રેમ કોઅજેહે, બાકી આસલીમાય પ્રેમ ઈ હેય કા ચ્યાય આપહાવોય પ્રેમ કોઅયા, ચ્ચાય આપહે પાપ કાડી ટાકાંહાટી ચ્યા પોહાલ બલિદાન ઓઅરાહાટી દોવાડયો.
યાહાટી આપા બોરહો કોઅનાકોય ન્યાયી ઠોર્યે, તે આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાકોય પોરમેહેરાઆરે શાંતીમાય રા.
કાહાકા બોદા પોરમેહેરાપાઅને હેય, બોદા ચ્યાય બોનાવલા હેય, બોદા કાય ચ્યાજ હેય, એને સાદા ચ્યાજ મહિમા ઓઅતી રોય. આમેન.
આપહે પાપ કાડી ટાકાંહાટી, ખ્રિસ્ત યોક બલિદાન બોની ગીયો, એને કેવળ આપહેજ પાપહાહાટી નાંય, બાકી બોદા દુનિયા લોકહા પાપહાહાટી બી.
તેરુંબી આમહેહાટી કેવળ યોકુજ પોરમેહેર હેય, એટલે પોરમેહેર આબહો જ્યાપાયને બોદ્યો વસ્તુ બોનાવલ્યો ગીયો, એને આપા ચ્યાહાટી હેય, એને કેવળ યોકુજ પ્રભુ હેય એટલે ઈસુ ખ્રિસ્ત જ્યાકોય બોદ્યો વસ્તુ ઉત્પન્ન જાયો, એને જ્યાકોય આમહાન અનંતજીવન મિળલા હેય.
“પોરમેહેરે દુનિયા લોકહાવોય ઓહડા મહાન પ્રેમ કોઅયા, યા લીદે ચ્યા યોકને-યોક પોહાલ બલિદાન કોઇ દેનો, યાહાટી કા જીં કાદાં માઅહું ચ્ચાવોય બોરહો કોઅહે, ચ્યા નાશ નાંય ઓઅય, બાકી ચ્યાલ અનંતજીવન મીળે.
એને યેરૂસાલેમ શેહેરાહીને લેયને તે બિજ્યે બોદયે જાત્યે લોકહાન પાપ છોડના એને પાપહા માફી ખોબાર, ચ્યાજ નાંવા માય કોઅયી.
કાહાકા બોદા યોક હારાં વરદાન એને બોદા યોક ઉત્તમ દાન આમહે પોરમેહેર આબહા પાઅને મિળહે, જ્યાંય આકાશામાય બોદાંજ ઉજવાડો દેનારાહાન બોનાડ્યા, પોરમેહેર કાયામ યોક હારકો હેય, એને તો સાવડા હારકો નાંય બોદલાય.
યા લીદે ચ્યાલ જોજું આતાં, કા બોદયે વાતહેમાય બિલકુલ બિજા બોદા માઅહા હારકા બોની જાય, એટલે તો પોરમેહેરા હામ્મે આમહે દયાળુ એને બોરહાવાળો મહાયાજક બોની હોકે, એને લોકહા પાપહા માફ્યે હાટી પોતે પોતાલ બલિદાન કોઅઇ હોકે.
પોરમેહેરા આપહે જીવનામાય કામ કોઅના જુદા-જુદા તરીકા હેય, બાકી પોરમેહેર યોકુજ હેય, જો બોદહાન ચ્યાહાટી કામ કોઅના શક્તિ દેહે.
બાકી પોરમેહેરાય તુમહાન ઈસુ ખ્રિસ્તાઆરે યોકજુટ કોઅય દેનહા, એને ખ્રિસ્તથી તો આપહાન પોતાના જ્ઞાન દેહે, પોરમેહેર બી આપહાન ચ્ચા નોજરેમાય ન્યાયી બોનાડી દેહે, ખ્રિસ્તાકોય આમહાન પવિત્ર બોનાડલે જાતહેં, એને તો આમહે પાપહાથી છુટકા કોઅહે.
તુમા ચ્યા સંદેશાલ જાંઅતેહે, પોરમેહેરાય આમહાન એટલે ઈસરાયેલી લોકહાન દોવાડયો, ચ્યાય શાંતી બારામાય હારી ખોબાર આખી, જીં લોકહાન ઈસુ ખ્રિસ્ત વોય બોરહો કોઅવાથી મિળી હોકહે, તો બોદહા પોરમેહેર હેય.
યોહાને જાવાબ દેનો, “જાવ લોગુ માઅહાલ હોરગામાઅને નાંય દેનલા જાય, તાંવ લોગુ માઅહું કાય નાંય મેળવી હોકે.
જોવે તુમા કાદા ગોઆમાય ગીયા તોવે પેલ્લા એહેકોય આખા, યા ગોઅમે બોરકાત રોય.
અપુલ્લોસ કું હેય? એને પાઉલ કું હેય? કેવળ સેવાક હેય, જ્યાહાકોય તુમહાય ખ્રિસ્તાવોય બોરહો કોઅયો, આપહામાઅને દરેક માઅહું તીંજ કામ કોઅહે જીં પોરમેહેરાય આપહાન કોઅરાહાટી દેના.
કાહાકા જેહેકોય પોરમેહેરાય પેલ્લા માટડા માઅને પેલ્લી થેએ બોનાવી, બાકી આમી માટડાલ જન્મો દેનારી થેએજ હેય, બાકી બોદા કાય પોરમેહેરાય બોનાવલા હેય.
બાકી પોરમેહેરાય આમી ખ્રિસ્તાલ માઅહું બોનાડીન એને ચ્યા હુળીખાંબાવોય મોરણાકોય મેળમિલાપ બોનાડ્યા, જ્યાકોય તો તુમહાન પવિત્ર, દોષવોગાર એને બુલવોગાર બોનાડીન પોરમેહેરા હામ્મે ઉબે કોએ.