17 પ્રભુ તે આત્મા હેય, એને જાં કેસબી પ્રભુ આત્મા હેય તાં નિયમાહાથી છુટલા હેય.
કાહાકા પવિત્ર આત્મા જીં આપહાન ઈસુ ખ્રિસ્ત પાઅને મિળહે, તુમહાન અનંતજીવન દેઅરી, એને તુમહાન પાપા એને મોરણા માઅને છોડવેહે.
ઓ વિસ્વાસી બાહાહાય, પોરમેહેરાય તુમહે સુટકો કોઅલો હેય તે તુમહાન આમી મૂસા નિયમ પાળીન ચ્યાહા ગુલામ બોનના ગોરાજ નાંય હેય, બાકી યા સુટકાકોય શરીરા ઇચ્છા પુરી કોઅરાહાટી હારો મોકો મા દાહા, બાકી તુમહે સુટકા ઉપયોગ પ્રેમાકોય યોકબીજા સેવા કોઅરાહાટી કોઅયા.
એને આમી આપા ચ્યા પોહેં હેય, કાહાકા પોરમેહેરાય ચ્યા પોહા આત્માલ આપહે રુદયામાય દોવાડલા હેય, જીં આત્મા પોરમેહેરાલ “ઓ અબ્બા, ઓ પિતા” આખીન હાત કોઅહે.
એને તુમા હાચ્ચાં જાંઅહા, એને હાચ્ચાં તુમહાન છુટકો કોઅરી.”
ખ્રિસ્તાય આપહાન સુટા કોઅયા, જેથી કા આપા મૂસા નિયમાહા ગુલામીમાય નાંય રોય હોકજે, યાહાટી તુમા જાંઆય લા કા તુમા સુટે હેય, યાહાટી તુમા પાછા ચ્યાહા ગુલામ મા બોનહા.
પોરમેહેરે આપહાન બીખર્યા નાંય બોનાવ્યાહા, બાકી સામર્થ્ય એને ચ્યા પવિત્ર આત્મા રુદયાલ મજબુત બોનાડેહે, બીજહાવોય પ્રેમ કોઅનામાય એને પોતાનાલ તાબામાંય રાખા હાટી પવિત્ર આત્મા દેનહો.
આત્મા જીવન દેહે, શરીરાકોય કાય ફાયદો નાંય. જ્યો વાતો માયે તુમહાન આખ્યો તી આત્મા હેય, એને જીવન બી હેય.
જ્યાંય આમહાન નવા કરારા સેવક ઓઅરા ક્ષમતાબી દેનહી, મૂસા નિયમાહા સેવક નાંય બાકી પવિત્ર આત્મા, કાહાકા મૂસા નિયમાહાલ નાંય પાળના પરિણામ મોરણ હેય, બાકી પવિત્ર આત્મા અનંતજીવન દેહે.
જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “પેલ્લો માઅહું, એટલે આદામ, જીવતો પ્રાણી બોન્યો” એને છેલ્લો આદામ, એટલે ઈસુ ખ્રિસ્ત, અનંતજીવન દેનારો બોન્યો.
બાકી જોવે આપા બોદા યોક આરહા હારકા પોરમેહેરા મહિમાયેલ ઓહડા મુયહાલ દર્શાવતેહે જ્યાહાવોય પોડદો નાંય પોડ્યહો, તે પોરમેહેર આમહાન વોદતી રોયલ્યે મહિમાયેમાય વોદારે ને વોદારે પોતાના હારકા બોનાડેહે, ઈ પ્રભુ કામ હેય, જીં પવિત્ર આત્મા હેય.