4 માયે રુદયા કષ્ટ એને દુ:ખા લીદે આહવેં વોવાડી-વોવાડીન તુમહાન ઈ પત્ર લોખ્યાહાં, માયે તુમહાન દુઃખ દાંહાટી ઈ પત્ર નાંય લોખ્યાહાં, બાકી યાહાટી કા તુમા ઈ જાઈ જાં કા આંય તુમહાન કોલહો વોદારે પ્રેમ કોઅતાહાંવ.
બાકી ઈ પત્ર માયે નાયતે તુમહાન યાહાટી લોખ્યાં કા માન ચ્યા કાળજી આતી, જીં અન્યાય કોઅહે એને નાંય કા ચ્યાહાટી, જીં અન્યાય સહન કોઅહે બાકી યાહાટી કા પોરમેહેરા હામ્મે ખુદ તુમાંજ ઈ એઅઇ લા કા તુમા આમહે પ્રતિ કોલહા હાચ્ચાં હેય.
ઓહડા બોજ લોક હેય, જ્યા એહેકેન કામ કોઅતાહા જ્યાહા બારામાય તુમહાન ગેડી-ગેડી આખતાહાવ, એને આમીબી રોડી-રોડીન આખતાહાવ કા ચ્ચે આપહે વ્યવહારાથી ખ્રિસ્તા હુળીખાંબાવોય મોઅના મતલબા વિરુદ કોઅતેહે.
આંય બોજ આનંદથી તુમહેહાટી પોતાના બોદાંજ કાય તુમહાન દેય દિહી ઓલે લોગુ કા પોતેજ પોતાનો જીવ દાંહાટી તિયાર હેતાંવ, આંય તુમહાન બોજ પ્રેમ કોઅતાહાંવ, બાકી માન ઓહડા લાગહે કા તુમા માન ઓછો પ્રેમ કોઅતાહા.
કાહાકા જેહેકેન પોરમેહેર કોઅહે આંય તુમહાન પ્રેમ કોઅતાહાંવ એને આંય તુમહે કાળજી કોઅતાહાંવ, યાહાટી માયે તુમહે યોકમાત્ર વોવડો ખ્રિસ્તાઆરે તુમહે હોગાઇ નોક્કી કોઅયીહી, જ્યેલ આંય તુમહાન પવિત્ર કુવાર્યે હારકા ચ્યા હામ્મે હોઅપી દાવ.
માયે તી પત્ર યાહાટીબી લોખલાં આતાં, કાહાકા આંય ઈ પારખા માગતો આતો કા તુમા મા નિયમાહા પાલન કોઅહા કા નાંય.