16 કાયબી ઓએ, આંય તુમહાવોય વોજો નાંય બોન્યો, બાકી બીજહાન લાગહે કા આંય ઉશારી હેતાંવ એને તુમહાન પુરો દોગો દેનહો, જો કા યોક જુઠા હેય.
તુમહાન ખોબાર હેય, કા આમહાય કાદે દિહી તુમહાન ફુલાવીન વાત નાંય આખ્યેલ, આમહાય તુમહાપાયને લોબ રાખીન પોયહા મેળવાહાટી નાંય કોઅયા, પોરમેહેર સાક્ષી દેહે કા આમા એહેકેન નાંય કોઅજે.
કાહાકા આમહે હિકાડના તુમહાન દોગો દેયના નાંય એને નાંય ખારાબ વિચારાકોય, કા છેતરાહાટી નાંય હેય.
ભલે તુમા કોઅયેહે વાતમાય બિજ્યે મંડળ્યેહે કોઅતે વોસે રાહા, સિવાય યામાય કા આંય તુમાહાવોય આર્થિક વોજો નાંય બોન્યો, જો તુમા ઓહડા વિચારતેહે માયે ઓહડા કોઇન તુમહેહાતે અન્યાય કોઅયોહો, તે તુમહે ઓહડા વિચારના ગલત હેય. તુમા માન માફ કોઅય દા.
આમહાન પોતાના પુરા રુદયાથી પ્રેમ કોઆ, આમહાય નાંય કાદા આરે ખોટાં કોઅયાહાં, નાંય કાદા બગાડયાહા, એને નાંય કાદાલ છેતર્યાહા.
બાકી આમહાય લાજવાના એને દોબલા કામહાલ છોડી દેનહા, એને નાંય તે આમહે સ્વભાવામાય કોય જાત્યે ચાલાકી હેય એને નાંય આમા પોરમેહેરા વચનાલ મિલાવટ કોઇન પ્રચાર કોઅજે. બાકી આમા પોરમેહેરા હામ્મે કેવળ હાચ્ચાઇ દેખાડજેહે એને હર કાદો સાક્ષી દેય હોકહે કા ઈ હાચ્ચાં હેય.
કાહાકા આમા યોક વાતે વખાણ કોઅજેહે, કા આમહે અંતકરણ આમહાન બોરહો દેહે, કા આમહાય માઅહા આરે એને વિશેષ કોઇન તુમહે લોકહાઆરે આમહે વેવહાર પોરમેહેરાથી પવિત્ર એને હાચ્ચાયે નુસાર આતો, જો લોકહા જ્ઞાનાનુસાર નાંય બાકી પોરમેહેરા સદા મોયા હાતે આતો.
કાહાકા જેહેકેન પવિત્રશાસ્ત્ર આખહે, “તુમહાય અનુભવથી જાંઅયાહા કા પ્રભુ દયાળુ હેય.”
માનપાન, એને અપમાન, વાહવા એને નિંદા, ઈ બોદા આમહાન મિળ્યાં, આમહાન કપટી ગોણ્યા, બાકી આમા હાચ્ચાં બોલજેહે.
જોવે તુમહાન કાદો ગુલામ બોનાવી લેહે, કા તુમહેપાય જીં કાય હેય તી તો લેય લેહે, કા તુમહે ફાયદો ઉઠાવેહે, કા પોતે પોતાલ તુમહેથી મોઠો બોનાડેહે, કા તુમહે મુંયાવોય થાપાડ ઠોકહે, તે તુમા વેઠી લેતહા.