25 તીન વોખાત માયે હોટયેહેથી માર ખાદો, યોક વોખાત દોગડાહા માર ખાદો, તીન વોખાત જાહાજ ટુટી ગીયા, એને યોક રાત એને યોક દિહી આંય દોરિયામાય પોડી રિયો.
બાકી કોલહાક યહૂદી લોક અન્તાકિયા એને ઈકુનિયુમ શેહેરામાઅને યેયન લોકહાન ચ્યાહા એછે કોઇ લેદા, એને પાઉલાવોય દોગાડઝોડ કોઅયી, એને મોઅલો હોમજીન ચ્યાલ શેહેરા બાઆ ગોહલીન લેય ગીયે.
કોલહાક લોક દોગડાટીન માઆઇ ટાક્યા, કોલહાક લોકહાન કરવાટયેથી વેઅરી માઆઇ ટાક્યા એને કોલહાક લોકહાન તારવાયેથી વાડી ટાક્યા. ચ્યા ગરીબ આતા, ચ્યાહાન શિક્ષા દેની એને ચ્યાહાઆરે ખારાબ વેવહાર કોઅયો, ચ્યે ગેટા બોકડાહા ચાંબડા પોવીન એહે-તેહે બોટાકતે રિયે.
બાકી પાઉલે ચ્યાહાન આખ્યાં, “ચ્યાહાય આમહાન જ્યા રોમ દેશા રોનારે માઅહે હેય, દોષી ઠોરાવ્યા વોગાર લોકહા હામ્મે ઠોક્યાં એને જેલેમાય ટાક્યા, આમી કાય આમહાન દોબીન દોવાડી રીયહે? એહેકોય નાંય, બાકી ચ્યા પોતે યેયન આમહાન બારે લેય જાય.”
એને રાતી ચ્યેજ ગેડી ચ્યે ચ્યાહાન ગોઓ લેય જાયને ચ્યાહા જ્યા ઘાવ આતા ચ્યા દોવ્યા, એને ચ્યાય પોતાના બોદા ગોર્યાહા હાતે તારાત બાપતિસ્મા લેદા.
જોવે ગેર યહૂદી એને યહૂદી ચ્યાહા નિંદા એને ચ્યાહાવોય દોગડાટાહાટી આગેવાનહા આરે ચ્યાહાપાય યેના.
બાકી ખેડુતાહાય ચ્યાલ દોઇન માર દેનો, એને ચ્યાલ કાયજ નાંય દેના એને પાછો દોવાડી દેનો.
તે સૈન્યા ટોળા જોમાદારાય આખ્યાં, “યાલ કિલ્લામાય લેય જાયા, એને ચોપકાહાકેન ઠોકીન પારખા, કા આંય જાંઉ કા લોક કોઅહા કારણથી ચ્યા વિરુદમાય એહેકેન બોંબલી રીયહે.”
એને ગેર યહૂદી લોકહા આથામાય હોઅપી દેઅરી, ચ્યા લોક માન ગાળી દી, મા ઉપે થૂપી, માન ચાપકાહાકોય માર ઠોકી, એને હુળીખાંબાવોય ચોડવી, એને તીજે દિહી પાછો જીવતો ઓઅઇ જાહીં.”
તુલ ખ્રિસ્તાવોય મજબુત બોરહો કોઅરા જોજે, એને તોમાય ચોખ્ખાં અંતકરણ રા જોજે, કોલહાક લોકહાય ચ્યાહા ચોખ્ખાં અંતકરણ છોડી દેના યાહાટી, ચ્યે આમી ખ્રિસ્તાવોય બોરહો નાંય કોએત.