Biblia Todo Logo
Bib sou entènèt

- Piblisite -




1 થેસ્સલોનિકીઓને 2:9 - ગામીત નોવો કરાર

9 કાહાકા ઓ બાહાહાય, તુમહાન આમહે કોઠણ મેઅનાત કોઅના યાદ ઓઅરી, તુમહે વોચમાય પોરમેહેરા હારી ખોબારે પ્રચાર કોઅતા સમયે આમા રાત-દિહી કામ-ધંદો કોઅતા રિયા, કા આમહાન જીં ગોરાજ હેય તી પુરાં કોઅરાહાટી તુમહાન કાય દેઅના ગોરાજ નાંય પોડે.

Gade chapit la Kopi




1 થેસ્સલોનિકીઓને 2:9
35 Referans Kwoze  

એને જોવે તુમહેઆરે આતો, એને માન પોયહા જરુર પોડી, તે આંય તુમહેમાઅને કાદાવોય વોજો નાંય બોન્યો, કાહાકા વિસ્વાસી બાહાહાય, મોકોદુનિયા વિસ્તારામાઅને યેયન મા જરુરાત પુરી કોઅયી, એને માયે બોદયે વાતમાય પોતે પોતાલ તુમહાવોય વોજો બોનનાથી રોક્યો, એને રોકી રોહીં.


પાઉલ ચ્યાહાન મિળાં ગીયો કાહાકા ચ્યે ચ્યા હારકાજ માંડવા બોનાડનારે આતેં, ચ્યાહાટી તો ચ્યાહાઆરે રોયન કામ કોઅરા લાગ્યો.


આંય જોવેબી પોરમેહેરાલ પ્રાર્થના કોઅતાહાંવ, તોવે સાદા તુલ યાદ કોઅતાહાંવ એને તો નાંવ લેયને પોરમેહેરા આભાર માનતાહાવ, ઓ તોજ પોરમેહેર હેય જ્યા સેવા માયે એને મા કુળા વડીલાહાય ચોખ્ખાં હૃદયાકોય કોઅલી હેય.


જીં હાચ્ચીજ વિધવા હેય, જ્યેં કાદાં નાંય હેય, તી પોરમેહેરાવોયજ આશા રાખહે, એને રાત-દિહી વિનાંતી એને પ્રાર્થના કોઅતી રોહે.


આમા ચ્યા જીવનાલ મિળવાહાટી મેહનાત કોઅજેહે એને સંઘર્ષ કોઅજેહે, કાહાકા આમા જીવતા પોરમેહેરાવોય આશા કોઅજેહે, જો બોદા લોકહા એને વિશેષ રીતીકોય બોરહાવાળાહા તારણહાર હેય.


કાદે દિહે માઅહા પાયને માનપાન નાંય હોદયા, કા તુમહે પાયને નાંય, એને બીજહા પાયને બી નાંય, એને જો આમા ખ્રિસ્તા પ્રેષિત ઓઅના કારણ તુમહેપાઅને મોદાત માગના આમહે ઓદિકાર આતો.


તે પાછે મા ઇનામ કાય હેય? ઈંજ કા આંય ઈસુ ખ્રિસ્તા હારી ખોબારે પ્રચાર પોયહા લેયા વોગર કોઉ, ઈંજ કારણ હેય કા જોવે આંય હારી ખોબારે પ્રચાર કોઅતાહાંવ તે આંય કોયદિહી મા ઓદિકારહા માંગ નાંય કોઉ.


બાકી તેરુંબી માયેહાટી હારાં ઓરી કા જ્યા લોકહાન માયે પ્રચાર કોઅયો ચ્યાહાપાઅને માગુ, તેરુ માયે મા કામા મોજરી નાંય માગહી, એને આંય તુમહેહાટી ઈ નાંય લોખું કા તુમા માન દેય, આંય તુમહાવોય માગા કોઅતા મોઅઇ જાહીં, કાહાકા જો માન તુમહાવોઅને મોજરી મિળી તે આંય એહેકેન દાવો નાંય કોઅય હોકહી કા માયે મોજરી લીયા વોગર તુમહેહાટી કામ કોઅયા.


યાહાટી તુમા જાગતા રા, એને યાદ રાખા કા માયે તીન વોરહે હુદુ રાત દિહી આહવેં પાડી-પાડીન, યોકા-યોકાલ ચેતાવણી દેતો રિયો.


ઈ હાચ્ચાં શિક્ષણ આમહે અદભુત પોરમેહેરા મહિમા બારામાય હારી ખોબારેમાય સહમત ઓઅહે, જીં માન પ્રચાર કોઅરાહાટી જવાબદારી દેનલી હેય.


આમા રાત દિહી બોજ પ્રાર્થના કોઅતા રોજહે, કા તુમહાન પાછા મિળજે, જ્યેં થી ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો આજુ મજબુત કોઅરાહાટી આમા તુમહે મોદાત કોઅય હોકજે.


તુમહાન ખોબાર હેય, કા પેલ્લા આમહાય ફિલિપ્પી શેહેરામાય દુઃખ વેઠયાં એને અપમાન સહન કોઅયા તેરુંબી આમહે પોરમેહેરે આમહાન ઓહડી ઈંમાત દેની, કા થેસ્સાલોનિકી લોકહાય આમહે વિરુદ કોઅયો તેરુંબી આમહાય તુમહાન ખ્રિસ્તા હારી ખોબાર આખી.


જોવે આમા આમહે પોરમેહેર આબાલ પ્રાર્થના કોઅજેહે, તો ચ્યે કામે જ્યેં તુમા પોરમેહેરાવોય બોરહો કોઅલા લીદે કોઅતેહે, એને વિસ્વાસી લોકહા મોદાત કોઅરાહાટી તુમા કોઠણ મેઅનાત કોઅતેહે કાહાકા તુમા ચ્યાહાવોય પ્રેમ કોઅતેહે, તુમા સતાવણી સહન કોઅતેહે કાહાકા તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્તા પાછા યેયના આશા કોઅય રીઅલે હેય.


યેજપરમાણે જોવે આંય થેસ્સાલોનિક શેહેરામાય આતો, તેરુંબી તુમહાય મા ગોરાજ પુરી કોઅરાહાટી યોક બેનદા નાંય બાકી બોજ વોખાત પોયહા દોવાડલા.


આમહાન ચાપકાહાકોય માર દેનો, જેલેમાય ટાક્યા, આમહાન ગીરદ્યેમાય તકલીફ દેની, આમહાય બોજ વોદારે મેઅનાત કોઅયી, આમા આખી રાત-રાતબોય જાગતા એને બુખા રિયા.


પોતે પાલન-પોષણ કોઅરાહાટી આમા બોજ મેઅનાત કોઅજેહે, જોવે લોક આમહે વિરુદમાય બોલતાહા તોવે આમા ચ્ચાહાન બોરકાત દેજહે, એને ચ્યે સતાવ કોઅતેહે, એને આમા સહન કોઅજેહે.


પવિત્ર આત્માકોય દેનલા સામર્થ્યકોય માયે અદભુત કામ એને ચમત્કાર કોઅયા, ઈહીં લોગુ કા આંય યેરૂસાલેમ શેહેરાપાઅને લેઈને ઇલ્લુરિકુમ ભાગ લોગુ તાઅને બોદા લોકહાન ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબારે પ્રચાર કોઅયો.


કા આંય, ગેર યહૂદી લોકહાહાટી ખ્રિસ્ત ઈસુ સેવક બોનીન યોક યાજકા હારકા પોરમેહેરાપાઅને મિળલી હારી ખોબારે પ્રચાર કોઅના સેવા કોઅતાહાંવ, જ્યાકોય ગેર યહૂદી લોક પોરમેહેરાહાટી યોક બેટ રુપામાય દેનલે જાય, જ્યાકોય તો ખુશ હેય, કાહાકા પવિત્ર આત્માય ચ્યાહાન પવિત્ર બોનાવલા હેય.


આંય પાઉલ ઈસુ ખ્રિસ્તા સેવક હેતાંવ, એને માન પ્રેષિત ઓરાહાટી પોરમેહેરાય પોસંદ કોઅલો હેય, એને પોરમેહેરાય ચ્યા હારી ખોબાર આખાહાટી માન નિવાડલો હેય.


પોરમેહેરાય ચ્યા નિવાડલા લોકહાહાટી જ્યા દિહીન-રાત ચ્યા હોમ્મે વિનાંતી કોઅયી, પોરમેહેર ચ્યાહા મોદાત કોઅરાહાટી વાઆ નાંય લાવી.


એને તી ચોર્યાશી વોરહે લોગુ વિધવા આતી, દેવાળામાય બોજ સમય લોગુ રોઇન રાતદીહી ઉપહા એને પ્રાર્થના કોઈકોઈન પોરમેહેરા ભક્તિ કોઅતી આતી.


બાકી આંય પોતાના જીવાલ કાયજ નાંય હોમજુ કા ચ્ચાલ પ્રિય જાઅઉ, બાકી ઈ કા આંય પોતાના દાંહુદના એને તી સેવા પુરી કોઉ, જી માન પોરમેહેરા સદા મોયા હારી ખોબારેવોય સાક્ષી દાંહાટી પ્રભુ ઈસુથી મીળહી.


માન એને બારનાબાસાલ, પ્રેષિત ઓઅના લીદે ઓદિકાર હેય કા તુમહેપાઅને આમહે કામાહાટી પોયહા મોદાત મીળે.


માયે કોલહ્યોક રાતો ઉજાગરો રોયન કાડયો, માન ખાઅના નાંય મિળ્યાં, યાહાટી માયે બુખો-પિહો રોયન, હીયાળામાય એને વોછે ફાડકે આતેં તેરુંબી બોજ મેઅનાત કોઅયી એને બોજ બોદી મુશીબાતો વેઠાં પોડયો.


Swiv nou:

Piblisite


Piblisite