Biblia Todo Logo
Bib sou entènèt

- Piblisite -




1 થેસ્સલોનિકીઓને 2:19 - ગામીત નોવો કરાર

19 જોવે આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછો યેઅરી, તોવે તુમહાન છોડીન આમહે આશા એને આનંદ, આમહે મહિમા મુગુટ કું રોય? કાય તી તુમા નાંય હેય?

Gade chapit la Kopi




1 થેસ્સલોનિકીઓને 2:19
35 Referans Kwoze  

યાહાટી ઓ મા વિસ્વાસી બાહાબોઅયેહેય, આંય તુમાહાવોય બોજ પ્રેમ કોઅતાહાંવ એને આંય તુમહાન મિળાહાટી વાટ જોવી રિઅલો હેય, જો મા આનંદ એને મુગુટ હેય, ઓ બાહાહાય પ્રભુમાંય એહેકેનુજ, તુમહે બોરહામાય મજબુત રા.


આમા પ્રાર્થના કોઅજેહે કા તો તુમહે મોનાલ એહેકોય મજબુત કોએ, કા જોવે આમહે પ્રભુ ઈસુ આપહે બોદા પવિત્ર લોકહાઆરે પાછો ફિરીન યેય તે તો આમહે પોરમેહેરા એને આબા હારકો પવિત્ર એને દોષવોગાર રોય.


જો તુમા એહેકેન કોઅહા તે જોવે ખ્રિસ્ત પાછો યી તોવે માન અભિમાન કોઅરા કારણ મિળી કા મા મેઅનાત કોઅના એને કામ નોકામ્યા નાંય ગીયા.


શાંતી દેનારો પોરમેહેર ખુદ તુમહાન પુરીરીતે પવિત્ર બોનાવી દેય, તુમહે આત્મા એને જીવ એને શરીર આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછો યી તોદિહી લોગુ નિર્દોષ રોય.


બાકી બોદા લોકહાન પારગી-પારગી કોય જીવતા કોઅલા જાય, ખ્રિસ્ત પેલ્લો માઅહું આતો જ્યાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, પાછે જોવે ખ્રિસ્ત પાછો યેઅરી તોવે ચ્યા બોદા લોક ચ્યાવોય બોરહો કોઇન ગીયહેં, ચ્ચાહાન પાછા જીવતા કોઅલા જાઅરી.


આંય, માઅહા પોહો, મા હોરગા દૂતહા આરે મા આબહા મહિમામાય યીહીં, એને ચ્યે સમયે આંય બોદહાલુજ ચ્યાહા કામહા ઇસાબે ઇનામ દિહી.


ઓ પાહાહાય, ખ્રિસ્તાઆરે એકતામાય કાયામુંજ બોની રા, યાહાટી કા જોવે તો પાછો દુનિયામાય યેઅરી તે આમહાન ઈંમાત રોય એને આમા ચ્ચા યેયના થી ચ્ચા હામ્મે શરમિંદા નાંય ઓઅજે.


તોવે પ્રભુ ઈસુવે આખ્યાં, “એએ, આંય માહારુજ યેનારો હેય, એને લોકહાય જીં કાય કોઅયાહાં ચ્યાનુસાર પ્રતિફળ દાંહાટી એને ડૉડ દાંહાટી યેય રિઅલો હેતાંવ.”


વોનાયા, તો વાદળાહાવોય બોહીન યેનારો હેય, બોદાજ લોક ચ્યાલ એઅરી, બાકી જ્યાહાય ચ્યાલ ભાલેકોય ડોચી દેનેલ ચ્યા હોગા એઅરી, એને ચ્યાલ દેખીન દોરત્યેવોયને બોદા જાતી લોક જોર-જોરખે રોડી. હાં, એહેકેનુજ ઓઅરી. આમેન.


એને આપહે મહાન પોરમેહેર એને તારણારો ખ્રિસ્ત ઈસુ મહિમા પ્રગટ ઓઅના ખુશી આશા વાટ જોવજેહે.


આમહાન જીં પ્રભુ ઈસુ પાઅને શિક્ષા મિળલી હેય, ચ્યાપરમાણે આમા તુમહાન આખજેહે કા, આપા, જ્યેં જીવતે હેય, એને જ્યેં પ્રભુ ઈસુ પાછા યેયના લોગુ જીવતે રોય, તો જ્યેં મોઅઇ ગીઅલે હેય ચ્યાહા કોઅતા પેલ્લા ઈસુઆરે નાંય મિળહું.


પોરમેહેર તુમહે હાંબાળ કોઅરા યોગ્ય હેય, કા તુમા પાપમય જીવના લીદે પોડી નાંય જાય, તો તુમહાન મહિમામય પોરમેહેર એટલે પોતાનાપાય લેય યેઅના માય એને તુમહાન નિર્દોષ એને આનંદથી પરિપૂર્ણ કોઅના યોગ્ય હેય.


કાહાકા જોવે ઈસુ ખ્રિસ્ત, જો કા આમહે મુખ્ય ગોવાળ હેય, પાછો ફિરી યેઅરી, તોવે તુમહાન યોક કોદહીજ કરમાય નાંય જાય ઓહડો મહિમાયે મુગુટ દેઅરી.


એને તુમહાન, જ્યેં દુઃખ વેઠી રીયહે આમહે આરે આરામ દી, ઈ તોવે ઓઅરી જોવે પ્રભુ ઈસુ ચ્યા સામર્થી હોરગા દૂતહા આરે, હોરગામાઅને યેઅરી એને તો આગડા જાળેકોય ગેરાલો રોય.


યાહાટી જાવ લોગુ પ્રભુ પાછો નાંય યેય, તાંવ લોગુ કાદાં પારાખ નાંય કોઅના, તોજ સાફ રીતીકોય ચ્યા બોદા લોકહા મોનામાઅને વિચારાહાલ પારખી જ્યાહા બારામાય બિજો કાદો ચ્યાહાન નાંય જાંએ, તોવે પોરમેહેરાપાઅને દરેકા વાહવા ઓઅરી.


નોક્કીજ, તુમાંજ આમહે મહિમા એને આનંદ હેય.


જોવે તુમહેમાઅને કાદો માન ચ્યા પોરમેહેરા હારકો એને મા વાતહે પાળાહાટી મોનાઈ કોઅહે કાહાકા પોતે બિઅતાહા કા યા સોમાયા પાપી લોક તુમહે નુકસાન કોઅરી, પાછે આંય, માઅહા પોહાલ મોનાઈ કોઅઇ દિહી કા તુમા મા શિષ્ય હેય, જોવે આંય પવિત્ર દૂતહા આરે દોરતીવોય પાછો યીહીં, તોવે બોદા મા મહિમા પ્રતાપ દેખી જો મા આબહા હારકો હેય.


ઈસુવે ચ્યાલ આખ્યાં, “જો મા ઇચ્છાકોય તો આંય પાછો યીહીં તાંવ લોગુ તો જીવતો રોય, તે તુલ કાય? તું મા શિષ્ય બોની રો.”


યાહાટી આમા પોતે પોરમેહેરાવોય બોરહો કોઅનારા વિસ્વાસી લોકહા મંડળીમાય તુમહે બારામાય વાહવા કોઅજેહે, કાહાકા તુમા બોજ બોદી સતાવણી એને મુશ્કેલીમાઅને જાતહેં, તેરુંબી તુમા ઈંમાત રાખીન ચ્યાલ સહન કોઅતેહે, એને તુમા આમીબી ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે.


ઓ વિસ્વાસી બાહાહાય, આમહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તા પાછા યેઅના એને આપહે ચ્યા હામ્મે યોખઠા ઓઅના બારામાય લોખલાં હેય.


યાહાટી ઓ બાહાબોઅયેહેય, પ્રભુ પાછા યેયના લોગુ ધીર રાખા, જેહેકોય, ખેડુત દોરત્યેવોયને બોજ હારાં ફળા આશા રાખતા પેલ્લા એને છેલ્લા વોરહાદ પોડના લોગુ ધીર રાખહે. યાહાટી કા પાક વાદે એને વાડાહાટી તિયાર ઓએ.


ચ્ચા હારકા તુમાબી ધીર રાખા એને આશા મા સોડહા કાહાકા પ્રભુ માહારુજ યેય રીયોહો.


જોવે આમહાય નિવાડલા શિષ્યાહાય તુમહાન આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સામર્થ એને પાછા યેઅના બારામાય તુમહાન ચતુરાયથી કાય બોનલી બોનાડલ્યો કાહાન્યો નાંય આખી રીઅલા આતા બાકી, આમહાય ખ્રિસ્તા પ્રતાપ પોતાના ડોળાહાકોય એઅલો આતો.


એને ચ્યે આખરી, “ચ્યા યેઅના વાયદા હાચ્ચા નાંય હેય, તો કોદહીજ નાંય યેઅરી, આમા એહેકેન આખજેહે કાહાકા જોવેને આગલ્યા વડીલ મોઅઇ ગીયા, જ્યા બોજ સમયા પેલ્લા રોતા આતા, તોવેને બોદા કાય જેહેકેન તેહેકેનુજ હેય. વસ્તુ તોહડયો હેય, જેહેકેન ચ્યો કાયામન્યો રિયહો, જોવેને પોરમેહેરે દુનિયા બોનાડયાહા.”


Swiv nou:

Piblisite


Piblisite