16 બાકી જો ખ્રિસ્તી ઓઅના લીદે દુઃખ બોગવે, તે ચ્યાથી શરમાયા નાંય પોડે, બાકી, પોરમેહેરા મહિમા કોઆ કા તુમા યાહાટી દુઃખ વેઠી રીયહા કાહાકા તુમા ખ્રિસ્તા હેતા.
કાહાકા તુમા ખ્રિસ્તાવોય બોરહો કોએ ઓલહાંજ નાંય બાકી ચ્યાહાટી દુઃખબી બોગવે ઓહડી સદા મોયા તુમહાવોય પોરમેહેરાય કોઅલી હેય કાહાકા તુમા ચ્ચાવોય બોરહો કોઅતેહે.
યાહાટી જ્યા પોરમેહેરા ઇચ્છા પરમાણે દુઃખ વેઠતાહા, ચ્યાહાય પોરમેહેરાવોય બોરહો રાખના ચાલુ રાખા જોજે, જ્યેં ચ્યાહા રચના કોઅયીહી. પોરમેહેર કાયામ તી કોઅહે જ્યાલ કોઅના ચ્યાય વાયદો કોઅલો આતો એને યાહાટી જીં હારાં હેય તી કોઅના ચાલુ રાખા.
યાહાટી આંય ઈહીં જેલેમાય બી દુઃખ બોગવી રિઅલો હેય, તેરુંબી લાજવાયુ નાંય, કાહાકા આંય ખ્રિસ્તાલ જાંઅતાહાંવ જ્યાવોય માયે બોરહો કોઅલો હેય, માન ખાત્રી હેય, ચ્યે હોપલા કામ ચ્યા દિહયા લોગુ જાવ પ્રભુ ઈસુ પાછો નાંય યેય તાંવ લોગુ હાચવી રાખી.
ચ્યા યે વાતે લીદે ખુશ ઓઇન મોઠી સોબાયે હોમ્મેને જાતા રિયા, કા આપા ઈસુ લીદે અપમાનિત ઓઅના લાયકે ઠોર્યા.
મા ઈ બોજ ઇચ્છા એને આશા હેય કા આંય કોહડીબી પરિસ્થીતીમાય શરમિંદા નાંય ઓઉં, બાકી પેલ્લા હારકા આમીબી ખ્રિસ્તા બારામાય પ્રચાર કોઅના પુરી ઈંમાત ઓએ, ઓઅય હોકે, આંય જીવતો રોઉં કા મોઅઇ જાંઉ આંય મા પુરાં જીવનાકોય ખ્રિસ્તા મહિમા કોઅતો રોઉં.
આમી અગ્રીપ્પાય પાઉલાલ આખ્યાં, કાય તું વોછાજ હોમજાવાથી માન ખ્રિસ્તી બોનાડા માગતોહો?
એને જોવે ચ્યાલ મિળ્યો તોવે ચ્યાલ અન્તાકિયા શેહેર લેય યેનો, એને એહેકેન જાયા કા શાઉલ એને બારનાબાસ યોક વોરહા લોગુ મંડળીઆરે મિળતા એને બોજ લોકહાન ઈસુ ખ્રિસ્તા બારામાય હિકાડતા રિયા, એને શિષ્ય બોદહા પેલ્લા અન્તાકિયા શેહેરામાય ખ્રિસ્તી આખાયા.
બાકી તો વિચાર કાય હેય? તી આમા તોથી વોનાયા માગતાહા, કાહાકા આમા જાંઅતાહા કા બોદા જાગામાય યા બારામાય વિરુદમાય વાતો કોઅતેહે.”
ચ્ચા ચ્ચાજ હેય જો ઈસુ ખ્રિસ્તા ઉત્તમ નાંવા વિરુદ ખારાબ વાતો બોલતેહેં, જ્યાવોય તુમા સબંધ રાખતાહા.
અવિસ્વાસી લોકહાવોચમાય તુમહે જીવન હારાં રા જોજે, કાહાકા જ્યાથી કા જ્યા બારામાય ચ્યે તુમહાન ખારાબ માનીન તુમહે નિંદા કોઅતેહે, ચ્યે તુમહે હારેં કામે દેખીન ઈસુ પાછા યેયના દિહામાય પોરમેહેરા મહિમા કોએ.
જો કાદાપાય પ્રચાર કોઅના વરદાન હેય, તે તો પોરમેહેરા સંદેશા પ્રચાર કોએ, જો કાદાપાય બિજા લોકહાન મોદાત કોઅના વરદાન હેય, તે તો ચ્યા સામર્થ્યા થી કોએ જીં પોરમેહેર દેહે, તે જીં કાયબી તુમા કોઅહા તી ઈસુ ખ્રિસ્તા કોઇન પોરમેહેરાલ મહિમા દેવાડી. બોદી મહિમા સામર્થ કાયામ-કાયામહાટી ચ્યા હેય. આમેન.
પાછે જો ખ્રિસ્તા નાંવા લેદે તુમહે નિંદા કોઅલી જાહાય, તે ધન્ય હેતા, કાહાકા પોરમેહેરા મહિમામય આત્મા, તુમહેમાય રોહે.