13 તુમા નોક્કીજ જાંઅતેહે કા દેવાળામાય કામ કોઅનારા માટડાહાન દેવાળામાઅને ખાઅના મિળહે, એને હાં, જ્યા લોક વેદ્યેવોય બલિ ચોડાવતાહા, ચ્યાહાન તાઅને ભાગ મિળહે.
ઈસરાયેલ લોકહા બારામાય વિચાર કોઆ, ચ્ચે જી કાય વેદ્યેવોય બલિદાન કોઅતેહે, ચ્ચાજ માઅને ખાતહેં, એને તોવે ચ્યે પોરમેહેરા આરાધનામાય સામીલ ઓઅતેહે. યેજપરમાણે જ્યા લોક મુર્તિહિલ ચોડાવલા ખાઅના ખાતહેં, ચ્યે બી ચ્યે મુર્તિહી આરાધનામાય સામીલ ઓઅતેહે.
તુમા જાંઅતેહે કા જોવે તુમા કાદા ગુલામ બોની જાતહેં તોવે તી માઅહું તુમહે દોણી બોની જાહે, ઓઅય હોકે તુમા પાપા ગુલામ ઓઅય હોકતેહેં જીં મોરણા એછે લેય જાહે, યા તુમા પોરમેહેરા આગના પાળી હોકતેહેં જીં ન્યાયી જીવના એછે લેય જાહે.
આપહાન તેહેકેન તી બોદા કોઅરા જોજે, જ્યાકોય આપા પોરમેહેરાલ ખુશ કોઅય હોકજે, જેથી આપહાન અનંતકાળા તારણા ઇનામ મીળે.