11 આમહાય તુમહેમાય પોરમેહેરા સંદેશ પોઅયો, તે ઈ મોઠી વાત નાંય હેય કા આમહે શારીરિક ગોરાજે હાટી આમા તુમહેપાઅને પાક વાડજે.
ચ્યાહા ઓ ફેસલો હારો હેય, કાહાકા જોવે ગેર યહૂદી લોકહાય ચ્ચાહા થી આત્મિક બોરકાત પામી, તે ચ્ચાહા ફરજ બી હેય કા યેરૂસાલેમ શેહેરમાય રોનારા લોકહા બોદી જરૂરતહાટી ચ્ચાહાન મોદાત કોએ.
ઈ જરુરી હેય કા જ્યા લોક પોરમેહેરા વચન હિકાડતાહા, ચ્યાહાન જ્યા લોક હિકતાહા ચ્યાહાકોય ખાઅના કા પોયહા મોદાત મિળાં જોજે.
યાહાટી જો ચ્યા સેવાકબી ન્યાયપણા સેવાક ઓઅના ડોંગ કોએ, તે યામાય કાય મોઠી વાત નાંય હેય, ચ્યાહા છેવાટ ચ્યાહા કામહાનુસાર ઓઅરી.
વાટેહાટી ઠેલી મા લાહા, નાંય બેન જોડ ફાડકે લેતા, નાંય બેન જોડ વાઅણે એને બેન લાકડયોબી મા લેતા. કાહાકા કામ કોઅનારાલ ચ્યા ખાઅના મિળાં જોજે.”
યેજપરમાણે પ્રભુય બી આગના દેની કા જ્યેં માઅહે હારી ખોબાર આખતેહે, ચ્યાહાન હારી ખોબાર વોનાનારાહાય ચ્યાહા જીવના ગોરજા પુર્યો કોઅરા જોજે.
આંય ઈ યાહાટી નાંય લોખું કા માન દાન જોજે, બાકી મા ઇચ્છા હેય કા હારાં કામાહામાંય ભાગીદાર કોઅલા જાં જોજે, જીં તુમહે પેલ્લા કોઅલા હેય, એને જ્યા લીદે પોરમેહેર તુમહાન ઇનામ દેઅરી.