10 જો કાદાં બોરહો કોઅનામાય નોબળાં માઅહું તુલ મુર્તિ મંદિરામાય મુર્તિહીન બલિ ચોડાવલા ખાઅના ખાતા દેખે, તે કાય ચ્યાલબી ખાઅના ઈંમાત નાંય ઓઅય જાય, જેથી તો વિચાર કોઅહે કા એહેકેન કોઅના પાપ હેય.
તે પાછે આંય, મુર્તિહીન ચોડાવલા બેટ ખાઅના બારામાય સાવાલ જાવાબ દાં માગહુ, તુમા જાંઅતેહે, કા મુર્તિ આખા દુનિયામાય હાચ્ચો દેવ નાંય હેય એને કેવળ યોકુજ હાચ્ચો પોરમેહેર હેય.
બાકી જો પોતાના મોનામાય શંકા કોયન ખાહે, તી ડૉડ યોગ્ય હેય, કાહાકા તી બોરહાકોય નાંય ખાય, એને જીં કાય બોરહાકોય નાંય, તી પાપ હેય.
બાકી આજુબી કોલહાક વિસ્વાસી લોક નાંય જાંએતકા મુર્તિમાય કાયજ શક્તિ નાંય હેય, કાહાકા ચ્યે પેલ્લે ચ્યેજ મુર્તિહી આગલા પાગે પોડતે આતેં, આમી જોવે ચ્યે મુર્તિલ બલિ ચોડાવલા ખાઅના ખાતહેં, તે ચ્યે પોતાના મોનામાય એહેકેન વિચાર કોઅતેહે કા ચ્યાહાકેન પાપ ઓઅય ગીયા, કાહાકા ચ્યાહા હૃદયામાય આજુબી ખાત્રી નાંય હેય.
આંય જાંઅહું, એને પ્રભુ ઈસુમાય માન ખાત્રી હેય, કા બોદાંજ ખાઅના ખાંહાટી શુદ્ધ હેય, બાકી જીં ચ્યાલ ખાંહાટી અશુદ્ધ માનહે, ચ્યાહાટી તી અશુદ્ધ હેય.
તુમહાન એહેકેન જીવા જોજે, કા યહૂદી લોકહાન કા ગેર યહૂદી લોકહાન કા પોરમેહેરા મંડળી લોકહાહાટી પોરમેહેરાવોય બોરહો કોઅના રુકાવાટ નાંય બોનના.
બાકી ચ્યાહાન યોક ચિઠ્ઠી લોખી દોવાડા, ઈ આખાહાટી કા ચ્યા માહાં નાંય ખાય જીં લોકહાય મુર્તિહયેલ ચોડાવ્યાહા, વ્યબિચારાથી દુર રોય, ગોગી દાબીન માઅલા જોનાવરા માહાં નાંય ખાય એને જોનાવરહા લોય નાંય પિયે.
બાકી હાચવીન રા, એહેકેન નાંય ઓઅરા જોજે, કા તુમહે ઓ સુટકો પોરમેહેરાવોય બોરહો કોઅનામાય નોબળા લોકહાહાટી પાપ કોઅના કારણ નાંય બોને.