39 જાવ લોગુ થેએયે માટડો જીવતો રોહે, તાંઉલોગુ તી ચ્યા આરેજ રા જોજે, બાકી જો ચ્યે માટડો મોઅઇ જાહે તોવે તી કાદા આરેબી વોરાડ કોઇ હોકહે, બાકી કેવળ પ્રભુ ઈસુવોય બોરહો કોઅનારા માટડાઆરે વોરાડ કોઅય હોકહે.
જ્યાહા વોરાડ ઓઈ ગીઅલા હેય, ચ્યાહાન આંય નાંય, બાકી પ્રભુ આગના દેહે, કા થેએ માટડાઇહીને છુટો છેડો નાંય કોએ.
જો તુમહે માટડો કા તુમહે થેએ અવિસ્વાસી હેય, એને તો છુટો છેડો કોઅરા માગતો ઓરી, તે ચ્યાલ છુટો છેડો કોઅય દેય, જોવે એહેકોય ઓઅહે તે વિસ્વાસી પોઅણાલે રોઅનામાઅને છુટે હેય, બાકી જો ઓઅય હોકે, તે અવિસ્વાસી થેએ કા માટડાઆરે પોઅણાલે રોય, કાહાકા પોરમેહેરાય આપહાન યોક બિજા આરે શાંતીકોય જીવન જીવાહાટી હાદલા હેય.
યાહાટી જો ચ્યે કુવાર્યે વોરાડ કોઇ દેહે, તો તી હારાં કોઅહે, એને જો વોરાડ નાંય કોઇ દેય, તો યા કોઅતાબી હારાં કોઅહે.