26 મા હોમાજમાય ઈ હારાં હેય, કા યા દિહહયામાય વિસ્વાસી લોકહાહાટી કોઠીણ ઓઅય રીઅલા હેય, યાહાટી આંય વોરાડ નાંય કોઅલા લોકહાન સલાહા દેતહાવ ચ્યે વોરાડ કોઅયા વોગર રોય.
બાકી આમી વોરાડ નાંય કોઅલાહાન એને વિધવાહાન મા સલાહ હેય, મા હારકા વોરાડ કોઅયા વોગર રોઅના બોજ હારાં હેય.
આમી ચ્યા સવાલાહા બારામાય લોખતાહાવ જીં તુમહાય માન ચિઠ્ઠી લોખીન પૂછલા, કાહાકા ઓ સવાલ માટડા એને થેએયો બેનહયા હાટી હારો હેય, આપહેહાટી કાય વોરાડ નાંય કોએ ઈ આમહેહાટી હારાં હેય?
કાહાકા ન્યાય કોઅના સમય યેય ગીયહો, કા પેલ્લો પોરમેહેરા લોકહા ન્યાય કોઅલો જાય, એને જોવેકા તો પેલ્લો આમા વિસ્વાસ્યાહા ન્યાય કોઅરી, યાહાટી ચ્યે ભયાનક વસ્તુહુ બારામાય વિચારા જીં ચ્યા લોકહાઆરે ઓઅરી જ્યા ચ્યે હારી ખોબારેલ નાંય માનેત જીં ચ્યા પાયને યેહે.
બાકી જો તો વોરાડ બી ઓઅય જાય, તે પાપ નાંય હેય, એને જો કુંવારી પોઅણાય બી જાય તે ચ્યામાય કાયજ પાપ નાંય, બાકી વોરાડ ઓઅલા લોકહામાય ચ્યાહા જીવનામાય કોઠીણ અનુભવ ઓઅરી મા ઇચ્છા હેય કા તુમા યે રીતે સમસ્યામાઅને સુટે રોય.
જ્યો બાયો મોયનાવાળ્યો હેય, એને જ્યો બાયો પાહાહાન દુદ પાજી રિઅલ્યો હેય, ચ્યેહેલ નાહરાં બોજ કોઠાણ પોડી, કાહાકા દેશાવોય બોજ દુઃખ પોડી એને લોકહાન બોજ આબદા પોડી.
ઈ ચ્યે બાયહેહાટી યોક નોવાય લાગે ઓહડો સમય ઓઅરી જ્યો મોયનાવાળ્યો હેય, એને ચ્યો બાયો જ્યો પોહાહાન દુદ પાજી રિઅલ્યો હેય, ચ્યેહેલ નાહરાં બોજ કોઠાણ પોડી.
જો તો થેએ હેય, તે ચ્ચે થી આલાગ ઓરાહાટી કોશિશ મા કોઅહે, એને થેએ નાંય ઓરીતે થેએ હોદહે મા.
જો તુમા એહેકેન વોનાતેહે કા પ્રભુ યેઅના દિહી યેય ચુકલો હેય, તો તુમહે વિચારાકોય જલદ્યાજ ગાબરાય નાંય જાયના. કાદો એહેકેન યોક ભવિષ્યવાણી રુપામાય કા યોક સંદેશમાય કા યોક પત્રમાય આખી હોકહે, જેહેકેન કા ઈ આમહેપાઅને યેનલા હેય.