16 કાહાકા ઓ વિસ્વાસી થેએયેહેય, તુમહાન યાદ રા જોજે, કા તુમહે લીદે તુમહે માટડા બી તારણ ઓઅય હોકહે, એને ઓ વિસ્વાસી માટડાહાંય, તુમહાન યાદ રા જોજે, કા તુમહે લીદે તુમહે થેએયે બી તારણ ઓઅય હોકહે.
જોવે આંય બોરહો કોઅનામાય નોબળા લોકહાઆરે રોહુ, તે આંય ચ્યાહાઆરે ચ્યાહા હારકો વ્યવહાર કોઅહુ, જેથી આંય ચ્યાહાન ખ્રિસ્તા આગના પાળાહાટી મોદાત કોઅય હોકુ, આંય બોદા માઅહાહાટી બોદા કાય બોન્યો, કા કેહેકેન કેહેકે કોલહાક લોકહા તારણ કોઅય હોકુ.
જેથી કોઅહિબી રીતીકોય આંય યહૂદી જાતીમાઅને લોકહામાય ગુસ્સો પૈદા કોઇન ચ્યાહામાઅને કાદા તેરુ તારણ કોઆડુ.
યા બારામાય હાચવીન રો કા તું કેહેકેન રોતહો એને કાય હિકાડતોહો, યે વાતહેમાય મજબુત રોજે, કાહાકા એહેકેન કોઅહે તે પોરમેહેરાકોય પોતે તું એને તો વોનાનારાહાન બી ડૉડાપાઅને બોચાડેહે.
આંય તુમહાન આખહુ, કા યેજ રીતે યોક પાપ કોઅનારો જોવે પાપ કોઅના બોંદ કોઅરી ચ્યાહાટી પોરમેહેરા હોરગા દૂતહા હામ્મે આનંદ ઓઅહે.”