18 કાદોબી પોતાનાલ દોગો નાંય દેય, જો તુમહેમાઅને જો કાદોબી યા દુનિયા નોજરેમાય પોતે જ્ઞાની હોમજે, તે તો દુનિયા લોકહામાય મૂર્ખ બોને, યાહાટી કા તો પોરમેહેરા નોજરેમાય જ્ઞાની બોની જાય.
જી કાદાં માઅહું એહેકેન માનહે “આંય બીજાથી હારો હેતાઉ,” બાકી આસલીમાય તેહેકેન નાંય હેય, તે તો પોતાલ દોગો દેય રિઅલો હેય.
બાકી પોરમેહેરા વચન પાળનારા બોના, એને ફક્ત વોનાનારાજ નાંય જ્યા પોતાલ દોગો દેતહેં.
આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા, જ્યેં માઅહે પાહાહા હારકા પોરમેહેરાલ નાંય હોઅપે, ચ્યે પોરમેહેરા રાજ્યામાય ચ્યા માઅહે નાંય બોની.”
જો કાદો પોતાલ પાહાહા હારકો નમ્ર કોઅરી, તોજ હોરગા રાજ્યમાય મોઠો ઓઅરી.
જો કાદો પોતાલ પોરમેહેરાલ આદર કોઅનારો હુમજે, એને તો ખારાબ વાતો બોલવામાય જીબ કોબજે નાંય રાખે, તો પોતાના દોગો દેહે એને ચ્ચા ભક્તિ નકામી હેય.
કાહાકા આપાબી વિસ્વાસી બોના પેલ્લા, મૂર્ખ, પોરમેહેરા આગના નાંય માનનારા, લોકહાકોય છેતરાય ગીઅલા આતા, એને બોદયે જાત્યે ખારાબ કામે કોઅરાહાટી એને જ્યાહાકોય મોજશોક કોઅતા આતા. આપા આગલ્યા સમયમાય જુઠો વેવહાર કોઅનામાય એને ઈર્ષા કોઅનામાય કાડતા આતા, એને લોક આપહાન નાકાર કોએ, એને આપા લોકહાન નાકાર કોઅજે.
કાદાબી તુમહાન નોકામી વાતહેકોય દોગો નાંય દેય, કાહાકા યા કામહાહાટી પોરમેહેરા ગુસ્સો ચ્યા આગના નાંય માનનારાહાવોય યેહે.
તુમા નોક્કી જાંઅતેહે, કા અન્યાય કોઅનારા લોક પોરમેહેરા રાજ્યા વારીસ નાંય ઓઅરી, છેતરાયાહા મા, વેશ્યાયેહે આરે શારીરિક સબંધ રાખનારો, મુર્તિપુજા કોઅનારે, પારકી થેઅયેઆરે શારીરિક સબંધ બોનાડનારા, લુચ્ચા, માટડાહા આરે માટડા શારીરિક સબંધ બોનાડનારા,
લોક આમહાન મૂર્ખ હોમાજતાહા, કાહાકા આમા ખ્રિસ્તા પ્રચાર કોઅજેહે, બાકી તુમા તુમહે બારામાય ઈ હોમાજતાહા કા આમા બુદ્ધિમાન વિસ્વાસી હેય, આમા નોબળા હેજે એને તુમા બળવાન હેય, તુમહાન આદર મિળી રિઅલો હેય, એને આમહે તિરસ્કાર ઓઅય રિઅલો હેય.
જોવે આપા એહેકોય આખજેહે કા આમહેમાય કાયબી પાપ નાંય હેય, તોવે આપા પોતાનાલ છેતારજેહે એને આપહામાય પોરમેહેરા હાચ્ચાઇ નાંય હેય.
બાકી ખારાબ એને છેતારનારા લોક આજુ વોદારી ખારાબ કામે કોઅરી એને બિજા લોકહાન છેતરી એને બિજા લોક ચ્યાહાન છેતરી.
પોતાલ દોગો મા દાહા, કાદાબી કોવેબી પોરમેહેરાલ મૂર્ખ નાંય બોનાવી હોકે, કાહાકા માઅહું જીં પોઅહે, તીંજ વાડહે.
જ્યા લોક એહેકેન વાત કોઅતાહા ચ્યાહાકોય મૂર્ખ નાંય બોના, ખારાબ લોકહાઆરે સંગતી હારાં ચરિત્રાલ બોગડાવી દેહે.
યોક-બિજા આરે મેળમિલાપ રાખા, અભિમાની નાંય બોના, બાકી ગરીબાહા આરે સંગતી રાખા, પોતાલુજ બુદ્ધિમાન નાંય હોમાજના.
ઓ વિસ્વાસી બાહાહાય, એહેકોય નાંય ઓઅઇ કા તુમા પોતાનાલ બુદ્ધિમાન હોમજી લા, યાહાટી આંય તુમહાવોય ઓ ભેદ પ્રગટ કોઅરા માગહુ, કા જાવ લોગુ બોદા ગેર યહૂદી લોક પોરમેહેરા પાહે ફિરી યેય, તાંવ લોગુ કોલહાક ઈસરાયેલ લોકહા મોન કોઠાણ બોની રોય.
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “હાચવીન રોજા કા તુમહાન કાદો નાંય છેતરે. બોજ લોક મા નાંવા કોઇન યી, ચ્યે આખી, આંય ખ્રિસ્ત હેતાઉ, યાહાટી, ‘સમય પાહે યેય ગીયહો’ ચ્યાહા પાહલા તુમા મા ચાલી જાતે.
બિજા લોક કાટાહા જેખરાહા હારકા હેય, ચ્યાહાય તે વચન વોનાય લેદા, એને જીવના બારામાય ચિંતા, પોયહા લોબ, એને બીજી લાલચ યેઇન પોરમેહેરા વચનાલ દાબી દેના, એને ચ્યે નોકામ્યા જીવન જીવતેહે.
બાકી કાદાં પોરમેહેરા લોકહામાય ફુટ પાડહે તે પોરમેહેર ચ્યાલ ડૉડ દેઅરી, કાહાકા પોરમેહેરા દેવાળા પવિત્ર હેય, એને તીં તુમાંજ હેય.