17 બાકી કાદાં પોરમેહેરા લોકહામાય ફુટ પાડહે તે પોરમેહેર ચ્યાલ ડૉડ દેઅરી, કાહાકા પોરમેહેરા દેવાળા પવિત્ર હેય, એને તીં તુમાંજ હેય.
તુમા હાચ્ચાંજ જાંઅતેહે કા તુમા પોતે પોરમેહેરા દેવાળા હેય, એને પોરમેહેરા આત્મા તુમહામાય વાસ કોઅહે.
કાદોબી પોતાનાલ દોગો નાંય દેય, જો તુમહેમાઅને જો કાદોબી યા દુનિયા નોજરેમાય પોતે જ્ઞાની હોમજે, તે તો દુનિયા લોકહામાય મૂર્ખ બોને, યાહાટી કા તો પોરમેહેરા નોજરેમાય જ્ઞાની બોની જાય.