8 એને બોદહા સેલ્લે માન બી દેખાયો, જો માયે અચાનક આશા બી નાંય કોઅયેલ ખ્રિસ્તા પ્રેષિત બોની ગીયો.
જી કાય આંય કોઅરા માગતાહું, ચ્યાલ કોઅરાહાટી આંય સ્વતંત્ર હેતાંવ, આંય પ્રેષિત હેતાઉ, માયે આમહે પ્રભુ ઈસુવાલ દેખ્યહો, મા સેવા થી તુમહાય ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅયોહો.
બાકી તું ઉઠ, પોતાના પાગવાહાવોય ઉબો ઓઓ, કાહાકા માયે તુલ યાહાટી દર્શન દેનહા કા તુલ આંય સેવક બોનાડુ એને જીં દર્શન તું એઅય ચુકયોહો, એને જીં દર્શન પાછે એઅહે ચ્ચા સાક્ષીદાર બી બોનાડુ.
તોવે ચ્યે માન દર્શન દેયન આખ્યાં, ‘ઉતવાળ કોઇન યેરૂસાલેમ શેહેરમાઅને માહારી નિંગી જો, કાહાકા ચ્યા લોક જ્યા ઈહીં હેતા મા બારામાય તો સાક્ષી નાંય માની.’
એને પ્રભુય રાતી દર્શન દેયને પાઉલાલ આખ્યાં, “બીયહે મા, બાકી જો આખતો રો એને ઠાવકો મા રોહે.
તોવે હનાન્યા ચ્યે ગોઅમે ગીયો, જાં શાઉલ આતો, એને ચ્યા ઉપે આથ થોવિન આખ્યાં, “ઓ બાહા શાઉલ, પ્રભુ ઈસુ, જો ચ્યે વાટેમાય, જ્યેવોઅને તું યેનો તુલ દેખાયો, ચ્યેય માન દોવાડલો હેય, કા તું પાછો એઇ હોકે એને પવિત્ર આત્માકોય બાઆય જાય.”
તોવે ચ્યે આખ્યાં, આંય આગલ્યા ડાયાહા પોરમેહેરે તુલ યાહાટી ઠરાવ્યોહો કા તું ચ્યા ઇચ્છાલ જાંએ, એને ચ્યા ન્યાયી એટલે મસીહાલ એએ, એને ચ્યા આવાજ વોનાયે.
જોવે આંય મુસાફરી કોઇન દમસ્ક શેહેરા પાહાય પોઅચ્યો, તોવે એહેકેન જાયા કા બોપરેહે લગભગ યોકાયોક મોઠો ઉજવાડો આકાશામાઅને મા ચારી-ચોમખી ચોમક્યા.
યે ધુંદ્યેમાય આંય મુખ્ય યાજકાહાથી ઓદિકાર એને આગના પત્ર લેયને દમસ્ક શેહેરામાય જાય રીયલો આતો.