36 કાય પોરમેહેરા વચન તુમહેપાઅને ફેલાયા, કા કેવળ તુમહે લોગુ પોઅચ્યા?
તુમહે પાયને પ્રભુવા હારી ખોબાર કેવળ મોકોદુનિયા વિસ્તાર એને આખાયા દેશામાયજ નાંય ફેલાયા, બાકી બોદી જગ્યા જાં આમા જાજહે, લોક આમહે આરે પોરમેહેરાવોય તુમહે બોરહા બારામાય વાત કોઅતાહા, યાહાટી આમહાન બીજહાન તુમહે બોરહા બારામાય આખના ગોરાજ નાંય હેય.
કાદાય બી તુમહાન બીજહા કોઅતા વોદારી મહત્વ નાંય દેનહા, તુમહાન બોદા કાય પોરમેહેરાપાઅને મિળલા હેય, તે તુમહાન ઘમંડ નાંય કોઅરા જોજે.
ચ્યા લોક જ્યા પાઉલાલ લેય જાય રીઅલા આતા ચ્યા હાતે એથેન્સ શેહેરા લોગુ ગીયા, એને પાઉલા યે આગનાયે હાતે ચ્યા બિરીયા ફિરી ગીયા કા સિલાસ એને તિમોથીલ જલદી ચ્યાપાય દોવાડી દેય.
પાછે પાઉલ એને સિલાસ અમ્પિપુલીસ શેહેર એને અપ્પુલોનિયા શેહેરમાઅને થેસ્સાલોનિકા શેહેરામાય યેના, જાં યહૂદીયાહા યોક સોબાયે ઠિકાણ આતા.
એને જોવે ચ્યેહેન કાય હિકના હેય કા સવાલ પૂછના હેય તે ચ્યેહેય પોતે ગોઓ પોતે માટડાલ પૂસા જોજે, કાહાકા મંડળીમાય વાત કોઅના બરાબર નાંય હેય.
જીં માઅહું પોતાનાલ ભવિષ્યવક્તો કા પવિત્ર આત્મા વરદાનાહા કોય બોઆલા હોમજે, તે તી ઈ જાંઆય લેય, કા જ્યો વાતો આંય તુમહાન લોખહુ, ચ્યો પ્રભુ આગનાયો હેય.