Biblia Todo Logo
Bib sou entènèt

- Piblisite -




1 કરિંથીઓને 12:8 - ગામીત નોવો કરાર

8 પવિત્ર આત્મા યોક માઅહાલ સંદેશ આખાહાટી વરદાન દેહે જીં બુદ્ધિકોય બાઆલા હેય, એને તીંજ પવિત્ર આત્મા બિજા માઅહાન સંદેશ આખાહાટી વરદાન દેહે જીં જ્ઞાનાકોય બાઆલા હેય.

Gade chapit la Kopi




1 કરિંથીઓને 12:8
30 Referans Kwoze  

બાકી જેહેકેન બોદયે વાતમાય એટલે બોરહો, વચન, જ્ઞાન એને બોદીજ જાત્યે યત્નમાય, એને ચ્યા પ્રેમામાય જો આમહાવોય રાખતાહા, વોદતા જાતહા, તેહેકેનુજ ગરીબ વિસ્વાસ્યાહાલ દાન દેયના કામાંમાયબી વોદતા જાં.


કાહાકા તુમહાન બોદાજ જાતની બોરકાત મિળલી હેય, કાહાકા તુમા ખ્રિસ્તા હેય, તુમહાન બોદાંજ વચન બોલા એને હોમાજના જ્ઞાન દેનલા હેય.


બાકી પોરમેહેરાય તુમહાન ઈસુ ખ્રિસ્તાઆરે યોકજુટ કોઅય દેનહા, એને ખ્રિસ્તથી તો આપહાન પોતાના જ્ઞાન દેહે, પોરમેહેર બી આપહાન ચ્ચા નોજરેમાય ન્યાયી બોનાડી દેહે, ખ્રિસ્તાકોય આમહાન પવિત્ર બોનાડલે જાતહેં, એને તો આમહે પાપહાથી છુટકા કોઅહે.


ભવિષ્યવાણ્યો એને જુદી-જુદી ભાષામાય એને ખાસ જ્ઞાનાકોય વાત કોઅના બેકાર ઓઅય જાય, બાકી પ્રેમ સાદા બોની રોય.


ઈસુવે જાવાબ દેનો, “તુમા તે પોરમેહેરા રાજ્યા દોબલી વાતો જાંઅતાહા, બાકી જ્યા માયેવોય બોરહો નાંય કોએત ચ્યા નાંય જાંએ.”


જો આંય ભવિષ્યવાણી કોઉ, એને બોદા ભેદ એને બોદા પ્રકારા જ્ઞાન હોમજુ, એને ડોગાલ ઇહિને તાં ઓટાડી દેઅના ઓલો પોરમેહેરાવોય બોરહો કોઉ, બાકી આંય લોકહાવોય પ્રેમ નાંય કોઉ, તે મા કાયજ કિંમાત નાંય હેય.


યાહાટી ઓ બાહાહાય, આપહે માઅને હાંત નાવાજલા માટડાહાન જ્યા પવિત્ર આત્માકોય એને બુદ્દિ કોય બોઆલા રોય, ઓહડાહાલ નિવડી લા, કા આમા ચ્યાહાન યા કામ હોઅપી દેજે.


ઓ વિસ્વાસી બાહાહાય, માન પોતે તુમહે બારામાય ખાત્રી હેય, કા તુમા હારાં કોઅરાહાટી સદા તિયાર રોતેહેં, તુમા પુરીરીતે જાંઅતેહે કા તુમહાન કાય કોઅરા જોજે, એને તુમા યોકબિજાલ હિકાડી હોકતેહેં.


તુમહે મોના વિચાર કેવળ તુમાંજ જાંઆય હોકતાહા, બિજા માઅહું નાંય જાંઆય હોકે, તેહેકેનુજ પવિત્ર આત્મા સિવાય કાદાબી પોરમેહેરા વિચાર નાંય જાંઆય હોકે.


ઈ હાચ્ચાં હેય કા જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “કાદાબી ઈ નાંય જાંઆય હોકે કા પ્રભુ મોનામાય કાય હેય, કાદાબી ચ્યાલ સલાહ નાંય દેય હોકે, બાકી આપા વિસ્વાસી લોક જાંઆય હોકતાહા કા ખ્રિસ્તા મોનામાય કાય હેય?”


યાહાટી ઓ બાહાહાય, જો આંય તુમહેપાય યેયન જુદી-જુદી ભાષામાય વાતો કોઉ, તે માન ચ્યા કાય ફાયદો ઓઅરી? બાકી જો આંય તુમહેહાટી પ્રકાશન કા ખાસ જ્ઞાન કા પોરમેહેરા વચન કા શિક્ષણ દાવ, તે તી તુમહેહાટી ફાયદા ઓઅરી.


ઓ વિસ્વાસી બાહાહાય, વોનાયા યો બોદ્યો વાતો કેહેકેન ઓઅરા જોજે, જોવે તુમા આરાધના કોઅરાહાટી બેગે ઓઅતેહે, તે તુમહેમાઅને કાદો ગીત આખહે, કાદો શિક્ષણ દેહે, કાદો પ્રભુકોય દેનલા ગીઅલા પ્રકાશન આખહે, કાદો જુદી ભાષા બોલહે, તે કાદો ચ્યા અનુવાદ કોઅહે, યે બોદી વાતહે હેતુ ઓ ઓઅરા જોજે કા મંડળી બોરહામાય મજબુત બોને.


કાહાકા આમા યોક વાતે વખાણ કોઅજેહે, કા આમહે અંતકરણ આમહાન બોરહો દેહે, કા આમહાય માઅહા આરે એને વિશેષ કોઇન તુમહે લોકહાઆરે આમહે વેવહાર પોરમેહેરાથી પવિત્ર એને હાચ્ચાયે નુસાર આતો, જો લોકહા જ્ઞાનાનુસાર નાંય બાકી પોરમેહેરા સદા મોયા હાતે આતો.


બાકી પોરમેહેરા ધન્યવાદ ઓઅય, જો ખ્રિસ્તમાય આમહે સબંધા લીદે, કાયામ આમહેહાતે ચાલહે એને આમહાન વિજય મેળવી દેહે, એને આમી તો આમહાન યોક મીઠાં અત્તારા હારકા, બોદે જાગે ખ્રિસ્તા જ્ઞાનને ફેલાવાહાટી આમહે ઉપયોગ કોઅહે.


યાહાટી કા પોરમેહેરે આખ્યાં, “આંદારામાઅને ઉજવાડો ચમકે,” એને પોરમેહેરે ઉજવાડા હારકા આમે રુદયામાય હોમાજ દેની, એટલે આમા પોરમેહેરા મહિમાયેલ એઇ હોકજે, જીં ઈસુ ખ્રિસ્તમાય દેખાયેહે.


આમહાય ચોખ્યે રીતેથી, જ્ઞાનથી, ધીરજથી, કૃપાળુતાથી, પવિત્ર આત્મા નિષ્કપટ પ્રેમા અનુસરણ કોઇન,


જાણે કા આંય બોલવામાય ઉશાર નાંય હેતાંવ, બાકી નોકીજ જ્ઞાનમાય આંય વોછો નાંય, એને યા સાબિતી આમા બોદયે રીતેથી એને બોદયે જાત્યે વાતહેમાય તુમહાન દેય ચુક્યાહા.


Swiv nou:

Piblisite


Piblisite