13 મા ઇચ્છા હેય કા તુમાંજ ફેસલો કોઆ, કા કાય મંડળીમાય થેએયેલ ટોલપી ડાકયા વોગર પોરમેહેરાલ પ્રાર્થના કોઅના બરાબર હેય કા નાંય?
તુમહાય પોતે નોક્કી કોઅરા જોજે કા તુમહેહાટી કાય કોઅના ઠીક હેય?
આંય તુમહાન હોમાજદાર હોમજીન આખતાહાવ, જીં આંય આખતાહાવ, ચ્યા બારામાય વિચાર કોઆ, કા ઈ બરાબર હેય કા નાંય.
મું એઇન ન્યાય નાંય કોઅતા, બાકી યોગ્ય ન્યાય કોઆ.”
તુમા નોક્કીજ જાંઅતેહે, કા જો માટડો લાંબા વાળ રાખે, તે તી ચ્યાહાટી અપમાન હેય.
થેએયેહેય મંડળીમાય ઠાવકા રા જોજે, એને હિકાડાં નાંય જોજે, બાકી આધીન રોઅના આગના હેય, જેહેકેન મૂસા નિયમશાસ્ત્રામાય લોખલાં હેય.