Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




તિતસને પત્ર 3:3 - કોલી નવો કરાર

3 કેમ કે, આપડે પણ પેલા હમજણ વગરના અને પરમેશ્વરની આજ્ઞા નો માનનારા, અને ભરમમાં પડેલા, અને દરેક પરકારના ખરાબ કામો કરવાની ઈચ્છા રાખતા હતાં અને મોજ-મજાના ગુલામ હતા. અને એક-બીજાની હારે ઈર્ષા અને વેર રાખવામાં જીવન જીવતા હતાં, અને દરેક માણસ એક-બીજાને ધીકારતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




તિતસને પત્ર 3:3
37 Iomraidhean Croise  

તઈ એણે જવાબ દીધો કે, “હું નથી જાવાનો,” તો પણ પછીથી ઈ પસ્તાણો અને ગયો.


ઈસુ તેઓને કેવા લાગ્યો કે, સાવધાન રયો કે કોય તમને દગો નો આપે. કેમ કે, ઘણાય લોકો મારા નામનો ઉપયોગ કરીને આયશે. તેઓ કેહે કે, “હું મસીહ છું” અને હાસો વખત આવ્યો છે, “પણ તમે તેઓની વાહે જાતા નય.


ઈસુએ તેઓને જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જો કોય પાપ કરે છે, ઈ પાપનો ચાકર છે.


ભૂતકાળમાં તમે બિનયહુદીઓ પરમેશ્વરની આજ્ઞા નો માનનારા હતાં; પણ અત્યારે યહૂદીઓની આજ્ઞા નો માનવાને કારણે તમે દયા પામ્યા છો.


પાપને તમારા નાશવંત દેહમાં રાજ્ય કરવા દયને તમારા દેહની ભુંડી ઈચ્છાઓને આધીન નો થાવ.


પરમેશ્વરનો આભાર માનો કેમ કે, તમે એક વખતે પાપના ગુલામ હતાં, પણ હવે તમને આપવામાં આવેલુ શિક્ષણ તમે પુરા હૃદયથી સ્વીકારયું છે.


પણ હવે પાપથી મુક્ત થયને અને પરમેશ્વરનાં સેવક બનીને હવે તમે એવા કામો કરો છો જે પવિત્રતાની બાજુ લય જાય છે, અને એનો અંત અનંતકાળનું જીવન મળે છે


આપડે જાણી છયી કે, આપડો જુનો પાપીલો સ્વભાવ મસીહ ઈસુની હારે વધસ્થંભ ઉપર સડાવામાં આવ્યું, જેથી આપડા દેહમાં પાપીલો સ્વભાવ નાશ થય જાય, અને આપડે આગળ પાપની ગુલામીમાં નો રેયી.


કેમ કે મને બીક છે કે, ક્યાક એવું નો થાય કે, હું આવીને જેવું ઈચ્છું છું, એવું તમને નો પામુ, અને મને પણ જેવું તમે નથી ઈચ્છતા એવુ જ પામો કે, તમારામાં બાધણા, અદેખાઈ, રિહ, વિરોધ, ઈર્ષા, ખટપટ, અભિમાન અને અવ્યવસ્થા હોય.


જો કોય વિસારે છે કે, ઈ એક મોટો માણસ છે, જો કે ખરેખર ઈ નથી, પણ આવું વિસારીને ઈ પોતાને દગો દેય છે.


એનાથી પેલા તમે પરમેશ્વરથી બોવ સેટા હતાં, અને તમે પરમેશ્વરનાં વેરીઓ હતાં કેમ કે, તમારા વિસારો અને કામો ભુંડા હતા.


એક વખત તમે પણ પોતાના જીવનને આ ખરાબ કામોમાં વિતાવતા હતા.


પણ ભુંડા અને દગો દેનારા માણસો તો વધારેને વધારે ભુંડા થાતા જાહે અને બીજાને છેતરવા જાતા તેઓ પોતે જ છેતરાય જાહે.


એનામાંથી કેટલાક તો એવા લોકો છે, જે બીજાના ઘરમાં સાનામના ઘરી જાય છે, અને ઈ મુરખ બાયુને પોતાની હારી વાતોમાં ભોળવી લેય છે, જે પોતાના પાપના ભારથી દબાયને બધીય પરકારની ભુંડાયના કબજામાં છે.


ઈ ખોટા શિક્ષકો એમ કેય છે કે, અમે પરમેશ્વરને જાણી છયી, પણ એનુ વરતન સોખી રીતે બતાવે છે કે, ઈ પરમેશ્વરને ઓળખતા નથી. કેમ કે, પરમેશ્વર આવા લોકોને ધિક્કારે છે, ઈ લોકો આજ્ઞા માનનારા નથી અને ઈ કાય પણ હારા કામોને લાયક નથી.


પોતાની કૃપાથી પરમેશ્વર આપણને શિખવે છે કે, આપડે એવું વરતન કરવાનું બંધ કરવુ, જે એને ગમતું નથી, અને ઈ વસ્તુઓની લાલસ કરવાનું બંધ કરો; જેની ઈચ્છા અવિશ્વાસીઓ રાખે છે. જઈ આપડે આ જગતમાં છયી, તો બધીય વાતોમાં ધીરજ રાખીને અને હાસાયથી પરમેશ્વરની ભક્તિમાં જીવન જીવી.


જેથી કોય પોતાની જાતને ભગત હમજે છે, પણ પોતાની જીભ ઉપર લગામ નો રાખે, તો ઈ પોતાની જાતને દગો આપે છે અને એની ભગતી નકામી છે.


અને કેમ કે, તમારે તમારા સ્વર્ગમાંના બાપની વાત માનવી જોયી, જેમ, બાળકોને આયા પૃથ્વી ઉપર પોતાના બાપની વાત માનવી જોયી, પેલા જેવા ખરાબ કામ નો કરો જે તમે પેલા કરવા ઈચ્છા હતાં, જઈ તમે પરમેશ્વરની વિષે હાસાયને જાણતા નોતા.


તઈ પરમેશ્વરે ઈ મોટા અજગરને અને એના દુતોને પૃથ્વી ઉપર ફેકી દીધા, હવે આ મોટો અજગર ઈ જ છે જે ઘણાય વખત પેલા એરુના રૂપમા દેખાતો હતો, જેને શેતાન કે આરોપ લગાડનારો પણ કેવામા આવે છે, આ ઈ જ છે જે આ જગતના લોકોને દગો દેતો આવ્યો છે.


એણે આ સમત્કાર પેલા હિંસક પશુ તરફથી કરયા. આવુ કરવાથી એણે પૃથ્વીના લોકોને દગો દીધો, તો તેઓએ વિસારુ કે આપડે પેલા હિંસક પશુનુ ભજન કરવુ જોયી. પણ આવુ ઈ હાટુ થયુ કેમ કે, પરમેશ્વરે આવુ થાવા દીધુ. બીજા હિંસક પશુએ પૃથ્વી ઉપર રેનારા લોકોને પેલા હિંસક પશુની આગેવાની કરવા હાટુ એક મૂર્તિ બનાવવાનુ કીધુ, ઈ જે જીવતો હતો, જો કે કોયે એને એક તલવારથી મારી નાખ્યો હતો.


એણે હાંક મારીને કીધું હવે હારી ગયુ છે પ્રખ્યાત બાબિલોન શહેર હવે હારી ગયુ છે. આજે દરેક પરકારની મેલી આત્માઓ ન્યા રેવા હાટુ વય જાહે અને ઈ અશુદ્ધ અને ધિક્કારેલ પક્ષીઓના માળાઓ બનાવવાની જગ્યા હશે.


Lean sinn:

Sanasan


Sanasan