Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




તિતસને પત્ર 1:8 - કોલી નવો કરાર

8 પણ ઈ મેમાનોને આવકાર કરનારો, બીજાની ભલાયના કામની ઈચ્છામા પ્રેમ રાખનારો, ઈ પોતાના મન ઉપર સંયમ રાખનારો, વિશ્વાસુ, પવિત્ર અને શિસ્તમય જીવન જીવનારો હોવો જોયી.

Faic an caibideil Dèan lethbhreac




તિતસને પત્ર 1:8
17 Iomraidhean Croise  

જોવ ઈ વખત શિમયોન નામે એક માણસ યરુશાલેમ શહેરમાં હતો, ઈ પરમેશ્વરની ભગતી કરનારો અને ન્યાયી માણસ હતો, અને પવિત્ર આત્મા એની હારે હતો, ક્યારનો આવીને મસીહની આવવાની વાટ જોતો હતો, જેને મોકલનારનો વાયદો પરમેશ્વરે કરયો હતો કે, ઈ આવે અને ઈઝરાયલ દેશના લોકોને દિલાસો આપે.


જઈ પાઉલે જે પરમેશ્વરની હામે હારું છે, ઈ કરીને અને પોતાની ઈચ્છા ઉપર કાબુ રાખીને અને પરમેશ્વરની દ્વારા આવનાર ન્યાયના વિષયમાં બતાવવાનું સાલું કરયુ, તો ફેલિકસે ભયભીત થયને જવાબ દીધો, “અટાણે તો તુ જા, જઈ મારી પાહે વખત હશે, હું પોતે તને બોલાવી લેય.”


તમે બધાય વિશ્વાસ કરનારાઓની હારે આપડો વ્યવહાર કેવો પવિત્ર અને ન્યાયી અને ભૂલ કરયા વગરનો હતો, એના તમે પોતે અમારા સાક્ષી છો, અને પરમેશ્વર પણ સાક્ષી છે.


પણ એમા આ વાતો જરૂરી છે કે, આગેવાન દોસ વગરનો, અને એક જ બાયડીનો ધણી, પોતાનુ મન કાબુમાં રાખનારો, હમજદાર, લોકોમા માનનીય, મહેમાનોને આવકાર કરનારો, અને પરમેશ્વરના વચનને શીખવવામાં પરીપક્વ હોવો જોયી.


જો તુ જુવાનયો છો, એથી તારો કોય નકાર કરે નય, પણ તારે વાણી, વરતન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્ર જીવન જીવવામાં બધાય હાટુ વિશ્વાસી લોકોની હારું નમુનારૂપ બનવું.


પણ હે તિમોથી તુ પરમેશ્વરનો સેવક છે, તુ આ બધીય વસ્તુઓથી છેટો રેજે, અને એવુ જીવન જીવ, જેથી પરમેશ્વરને માન મળે. અને એની ઉપર ભરોસો રાખ, અને અંદરો અંદર પ્રેમ રાખ, અને બધીય વાતો મા ધીરજ અને નમ્રતાની હારે વ્યવહાર કર.


ઈ ખરાબ વાતોથી છેટો રેજે, જેને જુવાન લોકો કરવાની ઈચ્છા રાખે છે અને હાસા મનથી પરભુનુ ભજન કરનારાની હારે પરમેશ્વરને ગમે એવુ જીવન અને વિશ્વાસ અને પ્રેમ અને શાંતિ મેળવવાની કોશિશ કર.


દયા નો કરનારા, માફ નો કરનારા, આરોપ લગાડનારા, પોતાની ઈચ્છા ઉપર કાબુ નો રાખનારા, કઠોર મનવાળા, હારા કામનો વિરોધ કરનારા,


તારે બધીય વાતુમાં નમુનારૂપે હારા કામો કરવા જોયી, જેનો બીજા કાયમ પાલન કરી હકે. જઈ તુ વિશ્વસીઓને પરમેશ્વર વિષે શિખવશો, તઈ તારે હારા હિતથી શિખવવું જોયી અને આ રીતે જે માન લાયક હોય કે, લોકો તને માન આપે.


આપડે જાણી છયી કે, આપડે મરણની તાકાતમાંથી આઝાદ થય ગયા છયી અને હવે આપડી પાહે અનંતજીવન છે કેમ કે, આપડે પોતાના ભાઈઓથી પ્રેમ રાખી, જે પ્રેમ નથી રાખતા, ઈ મરણની પથારીમાં રેય છે.


ઈસુ ઈ જ મસીહ છે જે કોય આ વિશ્વાસ કરે છે, તેઓ પરમેશ્વરનાં સંતાન છે, અને જે કોય બાપ ઉપર પ્રેમ રાખે છે, ઈ એના સંતાનોથી પણ પ્રેમ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan