Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




તિતસને પત્ર 1:5 - કોલી નવો કરાર

5 હું ઈ હાટુ તને ક્રીત ટાપુમાં મુકીને આવ્યો હતો, જેથી તુ સ્થાનિક મંડળીમાં તેઓની તકલીફોને સુધારી હક, જેને હારું કરવા હાટુ મારી પાહે વખત નોતો, અને ક્રીતના દરેક શહેરની મંડળીમાં વડવા આગેવાનોની પસંદગી કર, આ બાબત ઉપર મારી તરફથી તને મળેલી સૂસનાને યાદ રાખ.

Faic an caibideil Dèan lethbhreac




તિતસને પત્ર 1:5
18 Iomraidhean Croise  

તેઓએ એવુ જ કરયુ, અને બાર્નાબાસ અને શાઉલના હાથે વડવા પાહે રૂપીયા મોકલી દીધા.


અને તેઓએ દરેક મંડળીમાં એની હાટુ વડવા ઠરાવે અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેઓ પરભુ ઈસુના હાથમાં હોપયા, જેની ઉપર તેઓએ વિશ્વાસ કરયો હતો.


જેઓ મુળ યહુદી અને આપડામાના કેટલાક બિનયહુદી એટલે કે, જેઓએ યહુદી લોકોના નિયમને અપનાવી લીધો, ક્રીત ટાપુના લોકો અને અરબ દેશના હોતન છે, પણ પોત પોતાની ભાષામાં એનાથી પરમેશ્વરનાં સમત્કારોની સરસા હાંભળી છયી.


શુભ લંગર બારી નામનું બંદર શિયાળો કાઢવા હાટુ લાયક નથી, ઈ હાટુ ઘણાયને સલાહ આપી કે, આપડે આયથી નીકળી જાયી ગમે ઈ રીતે ફેનીકસ બંદરે પુગી, ઈ હાટુ કે, આ ખરાબ વાતાવરણથી બોવ જ સુરક્ષિત છે. ન્યા શિયાળો કાઢી; ન્યા ક્રીતનું બંદર છે, નૈઋત્ય અને વાયવ્યની હામે એનુ મોઢું છે.


જઈ દક્ષિણની બાજુથી થોડીક-થોડીક હવા હળવા લાગી, તો આ હમજયા કે ઈ યોજનાની પરમાણે ફીનીકસ વહાણ રોકવાના બંદરે હુધી પુગી જાહે, ઈ હાટુ લંગર ઉપાડો અને ક્રીત ટાપુના કાઠેથી જાવા મડયા.


જઈ એણે બોવ દિવસ હુધી ખાધું નય, તો પાઉલે એના વસમાં ઉભો થયને કીધું કે, હે ભાઈઓ, ઈ હારું થાત કે, જો ક્રીત ટાપુથી નીકળવાની મારી સલાહ તમે માની હોત તો તમે આ વિનાશ અને નુકશાનથી બસી જાત.


જઈ અમે બોવ દિવસો હુધી ધીરે ધીરે હાલીને મોટી મુશ્કેલીથી કનીદસ શહેરની હામે પુગ્યા, તો ઈ હાટુ કે હવા આપણને આગ વધવાથી રોકી રય હતી, આપડે સાલ્મોનની હામે થયને ક્રીત ટાપુની બાજુ હાલ્યા ગયા.


જો કોય ભૂખો હોય તો ઈ પોતાના ઘરે ખાય, જેથી તમારુ ભેગા થાવાનું સજાને લાયક નો થાય. હવે જે કાય બીજી બાબતો છે એનો ઉકેલ હું ન્યા આવય તઈ કરય.


પણ બધુય પરમેશ્વરને ગમે ઈ રીતે અને વ્યવસ્થા પરમાણે કરવામાં આવે.


ઈ હાટુ મેં તિમોથીને જે પરભુમાં મારો વાલો અને વિશ્વાસુ દીકરો છે, તમારી પાહે મોકલ્યો છે, અને ઈ તમને ઈસુ મસીહમાં જીવન જીવવા હાટુ હું શું કરું છું? હું કેમ વ્યવહાર કરું છું? જેમ કે, હું દરેક જગ્યાએ દરેક મંડળીમાં શિક્ષણ આપું છું ઈ બધાય તમને યાદ દેવરાવતા રેહે.


કેમ કે, તમારાથી હું આઘો છું, તો પણ હું તમારા વિષે વિચારતો રવ છું, અને હું ઈ જોયને બોવ રાજી છું કે, તમે એક હારે થયને એમ જ જીવો છો જેમ તમારે જીવવું જોયી અને મસીહમા તમારો વિશ્વાસ મજબુત છે.


હે તિમોથી મે તને એફેસસ શહેરથી મકદોનિયા પરદેશમા જાતી વખતે વિનવણી કરી હતી કે, તુ એફેસસ શહેરમાં રયને ઈ ખોટા શિક્ષણ દેનારાને આજ્ઞા આપ કે, તેઓ લોકોને ખોટુ શિક્ષણ આપે નય.


જે શિક્ષણ બોવ બધાય લોકોને મારા દ્વારા શીખવાડતી વખતે તે હાંભળુ છે, ઈ જ શિક્ષણ તુ બીજા વિશ્વાસી લોકોને શીખવાડ જે વિશ્વાસુ છે, જેથી તેઓ પણ બીજા લોકોને શીખવાડી હકે.


ક્રીત ટાપુમાં રેનારામાંથી એક, બુદ્ધિશાળી માણસે તેઓના વિષે કીધું છે કે, ક્રીતના લોકો સદાય ખોટુ બોલે છે. ઈ જંગલી જનાવરની જેમ વેવાર કરે છે, આળસુ અને પેટભરા છે.


Lean sinn:

Sanasan


Sanasan