3 હવે ખરા વખતે, પરમેશ્વરે આ હારા હમાસારને આપડી હામે પરગટ કરી અને આપડે એનો પરચાર બધાયની વસે કરી છયી. પરમેશ્વર આપડા તારનારે આ આજ્ઞા આપતા મને જવાબદારી આપી કે, એની હાટુ આ કામ કરૂ.
તમે ઈ સંદેશાને જાણો છો જે પરમેશ્વરે આપણને એટલે કે, ઈઝરાયલ દેશના લોકોની પાહે મોકલ્યો, એને શાંતિ વિષે હારી વાત હંભળાવી જે લોકોને ઈસુ મસીહમા વિશ્વાસ દ્વારા મળી હકે છે. ઈ બધાયનો પરમેશ્વર છે.
હવે જે સંદેશાને પેલાથી જ ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ ઈ આ મસીહના વખતમાં જાહેર થયો છે અને બધીય જાતિઓ વિશ્વાસની આધીન થાય, ઈ હાટુ સનાતન પરમેશ્વરની આજ્ઞાથી આગમભાખીયાઓની સોપડીઓમાં તેઓને જણાવવામાં આવ્યો છે.
પણ હવે પરગટ થયને સનાતન પરમેશ્વરની આજ્ઞાથી આગમભાખીયાઓની સોપડીઓ દ્વારા બધાય બિનયહુદી લોકોને સંદેશા દ્વારા બતાવી દીધુ છે કે, તેઓ વિશ્વાસથી આજ્ઞા પાળનારા થય જાય.
પણ જઈ હાસો વખત આવ્યો, પરમેશ્વરે પોતે પોતાના દીકરાને આ જગતમાં મોકલ્યો અને ઈ એક માણસના રૂપમાં આવ્યો. ઈ એક યહુદીના રૂપમાં પેદા થયો અને મુસાના શાસ્ત્ર પરમાણે કરતો હતો.
પણ તમારો વિશ્વાસ એક પાયાની જેમ મજબુત અને પાકો હોવો જોયી અને આશા ક્યારેય છોડવી નો જોયી જે તમને હારા હમાસારથી મળેલી છે. ઈજ હારા હમાસાર આભની નીસેના બધાય લોકોને બતાવામાં આવ્યા છે, અને હું પાઉલ એનો પરચાર કરવા હાટુ સેવક બન્યો.
જેમ આ હારા હમાસાર આખા જગતમાં ફેલાય રયા છે, અને બોવ બધાય લોકો હારા હમાસાર ઉપર વિશ્વાસ કરી રયા છે. અને દરેક જગ્યાએ લોકોના જીવનો બદલાય રયા છે ઠીક એમ જ જેમ તમારુ જીવન બદલી ગયુ જઈ તમે પેલીવાર હારા હમાસાર હાંભળા હતા અને પુરી રીતેથી પરમેશ્વરની કૃપાથી હંમજી ગયા હતા.
સોરી નો કરે, આ સાબિત કરે કે, તેઓ સદાય વિશ્વાસુ છે, જેથી લોકો તેઓના હારા વરતન ઉપર ધ્યાન આપે, અને જે કાય પણ તેઓ કરે છે, ઈ લોકો દ્વારા આપડા તારનાર પરમેશ્વર વિષે વચન હંભળાવવાનું કારણ બને.
આપડે આ રીતે વરતન કરી છયી, જઈ આપડે આશા હારે ઈ મહાન દિવસની રાહ જોયી છયી, જેની આપણને આશા છે, ઈ દિવસ જઈ ઈસુ મસીહ, જે આપડો મહાન પરમેશ્વર અને તારનાર છે, ઈ પોતાની પુરી મહિમાની હારે જગત ઉપર પાછો આયશે.