Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




તિતસને પત્ર 1:1 - કોલી નવો કરાર

1 હું પાઉલ, આ પત્ર લખી રયો છું, હું પરમેશ્વરનો સેવક અને ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું મને પરમેશ્વરે ગમાડેલા લોકોના વિશ્વાસને મજબુત અને હાસા શિક્ષણોને જાણાવામાં મદદ કરવા હાટુ મોકલ્યો છે, જેથી ઈ એવુ જીવન જીવે જે પરમેશ્વરને રાજી કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




તિતસને પત્ર 1:1
23 Iomraidhean Croise  

પાકી રીતેથી પરમેશ્વર પોતાના ગમાડેલા લોકો હાટુ ન્યાયની વ્યવસ્થા કરશે, જે રાત દિવસ ખંતથી એને પ્રાર્થના કરે છે, અને ઈ એની હારે સદાય વિસ્વાસ રાખે છે.”


આ વાતો હાંભળીને બિનયહુદી જાતિના લોકો રાજી થયા અને પરમેશ્વરનાં વચનની મહિમા કરવા લાગ્યા, અને જેટલા અનંતકાળના જીવન હાટુ ઠરાવામાં આવ્યા હતાં, તેઓએ વિશ્વાસ કરયો.


આ પત્ર હું પાઉલ, જે મસીહ ઈસુનો ચાકર છું અને ગમાડેલો ચેલો થાવા હાટુ પરમેશ્વર દ્વારા ગમાડવામાં આવ્યો અને પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરવા હાટુ જુદો કરાણો છે.


પરમેશ્વરની ઈચ્છા પરમાણે ઈસુ મસીહનો ગમાડેલો ચેલો થાવા હાટુ ગમાડવામાં આવેલો; હું પાઉલ અને આપડો સાથી વિશ્વાસી ભાઈ તિમોથી આ પત્ર કરિંથી શહેરની મંડળીના વિશ્વાસીયો અને અખાયા પરદેશના બધાય પરમેશ્વરનાં લોકોની હાટુ લખી રયો છું


કેમ કે, જઈ તમે વિશ્વાસ કરયો તો પરમેશ્વરે પોતાની કૃપાથી તમને બસાવી લીધા. અને તમે પોતાના તારણને કમાણા નથી, પણ આ પરમેશ્વરનું દાન છે.


અમે પાઉલ અને તિમોથી જે મસીહ ઈસુના સેવક છયી, ફિલિપ્પીમાં રેનારા બધાય સંતો, સેવકો અને આગેવાનો ઈ બધાયને આ પત્ર લખી છયી.


હું એવુ ઈ હાટુ કવ છું કેમ કે, હું એને વિશ્વાસમા મજબુત કરવા માગું છું, જેથી ઈ એકબીજાની હારે પ્રેમથી રય હકે, અને હું ઈ પણ માનું છું કે, એને પુરી રીતે ભરોસો હોય કે, પરમેશ્વરનાં ભેદને જાણી લીધું છે કે, જે પોતે મસીહ છે.


ઈ ઈચ્છે છે કે, બધાય લોકોનું તારણ થાય, અને ઈ હારી રીતે હાસાયને જાણી લેય.


એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો.


જે કોય જુદી પરકારનું શિક્ષણ શીખવે છે અને આપડા પરભુ ઈસુ મસીહના હાસા વચનો અને ન્યાયી શિક્ષણ હારે સહમત થાતો નથી,


આ કારણથી હું પરમેશ્વરનાં ગમાડેલા લોકોની હાટુ આ બધાય દુખો સહન કરું છું કે, તેઓ પણ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરે અને બસાવ થાય, અને અનંતકાળની મહિમા પ્રાપ્ત કરે.


પણ મુરખ અને અક્કલ વગરનાની હારે વાદ-વિવાદ કરવાથી આઘો રે કેમ કે, તુ જાણ છો કે, એનાથી બાધણું જ થાય છે.


ઈ વિરોધ કરનારાને ભોળપણથી હમજાવે, થય હકે છે કે, પરમેશ્વર એના મનમા કામ કરે કે, તેઓ પાપ કરવાનું છોડી દેય, અને ઈસુ મસીહના હાસની વિષે જાણી હકે.


આ પત્ર હું પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહનો ગમાડેલો ચેલો યાકુબ યહુદી બાર કુળોને લખી રયો છું; જે જગત ભરમાં વિખેરાય છે, ઈ બારેય કુળોને મારા સલામ.


પરમેશ્વરે પોતાના સામર્થ્ય દ્વારા આપણને ઈ બધુય દીધુ છે જે આપણને એક પરમેશ્વરનું જીવન જીવવા હાટુ જોયી. ઈ શક્ય છે કેમ કે, અમે પરમેશ્વરને જાણી છયી અને ઈ ઈજ છે જેણે આપણને પોતાની મહિમા અને ભલાયથી એના લોકો થાવા હાટુ બોલાવ્યા છે.


ઈ પાક્કું છે કે, પરમેશ્વર બધીય વસ્તુઓનો એવી રીતે નાશ કરી દેહે, ઈ હાટુ તમારે એવુ જીવન જીવવું જોયી જે સોખ્ખું અને પરમેશ્વરને હોપેલું હોય.


જો કોય દીકરાનો નકાર કરે છે, એનુ સંગઠન પરમેશ્વર બાપની હારે નથી, જે દીકરાને માની લેય છે, એનુ સંગઠન પરમેશ્વર બાપની હારે છે.


આ સોપડીમા ઈ વાતુ છે જે ઈસુ મસીહે મને યોહાનને દેખાડયુ. પરમેશ્વરે આ વાતુ ઈસુને બતાવી, જેથી ઈ આ વાતુંને એના ચાકરોને બતાવે આ વાતુ જલ્દી થાહે, ઈસુએ આ વાતુ પોતાના દુતને મોકલીને મને એના ચાકર યોહાનને બતાડી.


Lean sinn:

Sanasan


Sanasan