શું તમે શાસ્ત્રનો ઈ ભાગ નથી વાસો જે મસીહની હરખામણી એક ખાસ પાણાથી કરે છે? ઈ કેય છે કે, “જે પાણાને કડીયાઓએ ફેકી દીધો, ઈજ પાણો છે જે આખાય ઘરમાં બધાયથી ખાસ પાણો બની ગયો.
પરમેશ્વરે પોતાના ઈ લોકોને નથી નકારા, જેને એણે પેલાથી ગમાડી લીધા, તમે જાણો છો કે, એલિયા આગમભાખીયાની વિષે શાસ્ત્ર શું કેતા હતાં કે, ઈ ઈઝરાયલ દેશના લોકો પરમેશ્વરની વિરુધ ફરિયાદ કરે છે.
અને ઈ સુન્નત વગરનો જ હતો. તઈ વિશ્વાસથી જે ન્યાયીપણુ એને મળ્યુ હતું, એની ઓળખાણ થાવા હાટુ ઈ સુન્નતની નિશાની પામ્યો, જેથી બધાય સુન્નત વગરના વિશ્વાસીઓનો ઈ વડવો થાય કે, તેઓની લેખે ઈ હોતન વિશ્વાસનું ન્યાયપણું ગણાય.
તો આ આશીર્વાદિત વચન, શું સુન્નતી હાટુ જ છે, કે, બેસુન્નતી હાટુ હોતન? આપડે ઈ જ કેયી છયી જે શાસ્ત્ર કેય છે, ઈબ્રાહિમે વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે એને પોતાની હારે ન્યાયી ઠરાવ્યો.
અને શાસ્ત્રનુ આ વચન પરમાણે થયુ, “ઈબ્રાહિમે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો, અને એના વિશ્વાસના કારણે પરમેશ્વરે એણે એક ન્યાયી માણસના રૂપમા સ્વીકાર કરયો.” અને ઈ પરમેશ્વરનો મિત્ર કેવાણો.