9 પોતાની છાતી ઉપર તેઓએ લોઢાથી બનેલુ બખતર પેરેલુ હતુ, જઈ તેઓ ઉડતા હતાં તઈ ઈ એવો અવાજ કરતાં હતાં જેમ કે, યુદ્ધમા ધોડતા ઘોડાઓના રથોનો અવાજ હોય.
ઈ ધોડા અને એની ઉપર બેહેલા જે મને દર્શનમાં તેઓ એવી રીતે દેખાતા હતાં એની છાતીની રક્ષા કરનારા બખતર આગની જેવા લાલ આસો વાદળી અને ગંધકની જેવા પીળા હતાં, ઘોડાઓના માથા સિંહોના માથા જેવા લાગતા હતા. એના મોઢામાંથી આગ, ધુવાડો, અને ગંધક નીકળી રયાતા.