8 એના વાળ બાયુની જેવા લાંબા વાળ હતાં, એના દાંત સિંહના દાતોની જેમ મજબુત હતા.
આગમભાખીયા યશાયાએ કીધું હતું, “જો સેનાઓનો પરભુ પરમેશ્વરે આપડી જાતિના થોડાક માણસોને રેવા દીધા નો હોત, તો આપડી હાલત સદોમ અને ગમોરા શહેર જેવી હોત.”
આ રીતે હું ઈચ્છું છું કે, બાયુ પણ પ્રાર્થના સભામાં, બધાય લોકોની હામે વખાણના લાયક, અને માનપૂર્વક અને અપનાવવા લાયક લુગડા પેરીને તૈયાર થાય, નતો વાળ ઓળીને, અને હોનું ચાંદી અને મોઘા લુગડા પેરીને તૈયાર થાય.
પોતાને સુંદર દેખાડવા હાટુ બારના શણગારનો ઉપયોગ નો કરો, જેમ કે, ગુથેલ વાળ, હોનાના ઘરેણા અને મોઘા લુગડાથી પોતાને નો શણગારો.