7 ઈ ટીડડાઓ ઘોડાની જેવા દેખાતા હતાં, જે યુદ્ધમા જાવા હાટુ તૈયાર હોય તેઓએ પોતાના માથા ઉપર કાક પેરેલુ હતુ જે હોનાના મુગટ જેવુ લાગતુ હતુ. એના મોઢા માણસોના મોઢા જેવા હતા.
તઈ મે જોયું અને ન્યા એક ધોળો ઘોડો હતો! એની ઉપર બેહેલા માણસે ધનુષ લીધુ અને એને એક મુગટ દેવામાં આવ્યું હતું, ઈ બારે એક વિજેતાની જેમ જીતવા હાટુ વયો ગયો.
ઈ ધુવાડામાંથી પૃથ્વી ઉપર ટીડડા નીકળા અને પરમેશ્વરે એને વીંછીની જેમ લોકોને ડંખમારવાની તાકાત આપી.